Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકામાં કોરોના ફરી સક્રીય, સ્કૂલો ચાલુ થતાજ ૧ સપ્તાહમાં ૧.૪૧ લાખ બાળકો થયા સંક્રમિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

અમેરિકામાં અત્યારસુધી ૪ કરોડ ૮૯ લાખ ૭૨ હજાર ૫૫૦ લોકોને કોરોના થઈ ચૂક્યો છે. હાલ અહીં ૯૩ લાખ ૮૬ હજાર ૬૧૧ એક્ટિવ કેસ છે. અમેરિકામાં ગઈકાલે ૧ લાખ ૪ હજાર ૮૧૯ કેસ નોંધાયા હતા અને ૧૫૯૪ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં અત્યારસુધીમાં ૭ લાખ ૯૮ હજાર ૨૪૫ લોકોનાં મોત થયાં છે. કોરોનાના વધતા કેસે અમેરિકાની ચિંતા ફરી વધારી છે. છેલ્લા બે દિવસથી અમેરિકામાં એક લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્કૂલો ખૂલતાં બાળકો કોરોનાનો ભોગ બની રહ્યાં છે. એમાંય અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના રિપોર્ટમાં એક ચોંકાવનાર વિગત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ, તારીખ ૧૧થી ૧૮ નવેમ્બરના સપ્તાહમાં ૧ લાખ ૪૧ હજાર ૯૦૫ બાળક સંક્રમિત થયાં છે. બાળકોમાં સંક્રમણની ગતિમાં બે સપ્તાહની તુલનામાં ૩૨%નો વધારો જોવા મળ્યો છે. અત્યારસુધીમાં ૬૮ લાખ બાળક કોરોનાની ચપેટમાં આવી ગયાં છે. સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઝ્રડ્ઢઝ્ર)ના જણાવ્યા મુજબ, ઓક્ટોબર મહિનામાં ૫થી ૧૧ વર્ષનાં ૮૩૦૦ બાળકોને સંક્રમણ પછી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જેમાંથી ૧૭૨ બાળક મોતને ભેટ્યાં હતાં. ઝ્રડ્ઢઝ્રએ કહ્યું હતું કે મહામારીની તીવ્ર ગતિને કારણે ૨૩૦૦ સ્કૂલ બંધ કરી દેવાઈ છે, જેનાથી ૧૨ લાખ બાળકના અભ્યાસ પર અસર પડી રહી છે. સ્કૂલો ખૂલતાંની સાથે જ સંક્રમણ બેકાબૂ થવા લાગ્યું છે, જે ચિંતાજનક છે.

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version