Site icon

માત્ર ભારત જ નહીં પણ અનેક ખ્રિસ્તી દેશોએ પણ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર 

દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ જોવા મળેલા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે બ્રિટનમાં સૌથી ઝડપથી ફેલાવવાનું શરૂ કર્યું છે. રવિવારે બ્રિટનમાં કોરોનાના કુલ 82,886 કેસ નોંધાયા હતા. જેમાંથી 12,133 કેસ માત્ર ઓમિક્રોનના હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 37,101 ઓમિક્રોન કેસ નોંધાયા છે. અહીંના સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે અહીં વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે. દેશ-વિદેશમાં ઓમીક્રોન વેરિઅન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે લોકો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક એવા દેશો છે જેમણે સાવચેતી રાખીને આ વર્ષે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર બ્રેક લગાવી દીધી છે અથવા તો લગાવવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકા અને બ્રિટનની સરકારો ક્રિસમસ અને નવા વર્ષ પર ભીડને ધ્યાનમાં રાખીને આંશિક લોકડાઉન અથવા નિયંત્રણો લાદી શકે છે. ફ્રાન્સની વાત કરવામાં આવે તો અહીંની સરકારે ક્રિસમસ અને નવા વર્ષ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે જેથી લોકો એકઠા ન થઈ શકે. આ સિવાય આયર્લેન્ડે રાત્રે 8 વાગ્યા પછી પબ અને બારમાં પ્રવેશ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયેલે આજથી અમેરિકા, કેનેડા અને જર્મની સહિત 10દેશોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકતા પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. બ્રિટનમાં નાઈટક્લબ અને પાર્ટીઓમાં જતા પહેલા રસીકરણનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. નેધરલેન્ડે 14જાન્યુઆરી સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યાં હવે શાળાઓ, કોલેજો, મ્યુઝિયમ, પબ, ડિસ્કોથેક અને રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે. 

ભારતના ઓમિક્રોનના કેસ વધીને 200 થઈ ગયા છે અને તો છેલ્લા ૬ મહિનામાં પહેલીવાર દિલ્હીમાં એક દિવસમાં 100થી વધુ કોરોના કેસ નોંધાયા છે. રાજ્ય મુજબ મહારાષ્ટ્ર- 54, દિલ્હી-54, તેલંગાણા- 20, રાજસ્થાન-18, ગુજરાત- 14, કેરળ-15, કર્ણાટક-19, ઉત્તર પ્રદેશ 2 અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓમિક્રોન ચંદીગઢમાં એક-એક કેસ સામે આવ્યા છે.

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version