Site icon

આનંદો : કોરોનાની પહેલી રસીને મળી માન્યતા.. યુ.કે. માં આવતા અઠવાડિયાથી થશે ઉપયોગ.. જાણો કંઈ કંપનીને મળી આટલી મોટી સફળતા.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 ડિસેમ્બર 2020 

યુકે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જે ફાઈઝર / બાયોએનટેકની  કોરોના વાયરસ રસીને લાઈસન્સ આપ્યું છે. બ્રિટીશ રેગ્યુલેટર, એમ.એચ.આર.એ. કહે છે કે કોવિડ -19 માં આ રસી 95 % જેટલું રક્ષણ પૂરું પાડે છે. માત્ર 10 મહિનાના  સમય ગાળામાં શોધાયેલી સૌથી ઝડપી રસી છે. 

Join Our WhatsApp Community

@ આ રસી હકીકત માં શું છે?.. 
તે એક નવો પ્રકાર છે જેને એમઆરએનએ રસી કહેવામાં આવે છે જે રોગચાળાના વાયરસમાંથી આનુવંશિક કોડના નાના ભાગનો ઉપયોગ કરી શરીરને કેવી રીતે કોવિડ -19 સામે લડવું અને રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ કરવાનું શીખવે છે. આ રસીને ક્લિનિકલ ટ્રાયલ્સમાં વાપરવામાં આવી છે જેના સારા પરિણામો જોવા મળ્યાં છે. 

આ રસીનું ઉત્પાદન બેલ્જિયમમાં થઈ રહ્યું છે, તે લગભગ -70 ડિગ્રીએ સંગ્રહિત કરવામાં આવે છે. અને લિકવિડ નાઇટ્રોજન બરફથી ભરેલા, ખાસ બોક્સમાં પરિવહન કરવામાં આવશે. એકવાર સ્થાને પહોંચાડ્યા પછી, તેને ફ્રિજમાં પાંચ દિવસ સુધી રાખી શકાય છે. 

@ કોને મળશે અને ક્યારે? ..
નિષ્ણાતોએ અસ્થાયી ધોરણે કોને પહેલાં રસી આપવી તેની  અગ્ર સૂચિ તૈયાર કરી છે, જેમકે, એવા લોકો જેમને સૌથી વધુ જોખમ હોય.. દા.ત. ઘરના રહેવાસીઓ અને સ્ટાફ છે, ત્યારબાદ 80 થી વધુ વયના લોકો અને અન્ય આરોગ્ય અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થશે.  રસીનો પ્રથમ સ્ટોક મળશે -આવતા અઠવાડિયે જ. 2021માં વધુ સ્ટોક ઉપલબ્ધ થતાં, 50 થી ઉપરના દરેકને રસી આપવામાં આવશે. જેમાં કુલ 21 ડોજ સિવાય, બીજા બે ઇન્જેક્શન આપવામાં આવે છે, જ્યારે બીજો ડોઝ બૂસ્ટર ડોઝ રહેશે. 

@ અન્ય કોવિડ રસીઓ વિશે શું? ..
બીજી કેટલીક આશાસ્પદ રસીઓ પણ છે જેને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. યુકે એ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાથી વિવિધ પ્રકારના કોવિડ રસીના સો-100 મીલી. ના ડોઝ મંગાવ્યા છે.

Trump’s Next Target Diego Garcia: ગ્રીનલેન્ડ બાદ ટ્રમ્પની નજર હિંદ મહાસાગરના વ્યૂહાત્મક ટાપુ પર; ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં આવશે મોટો ઉછાળો
India-EU Strategic Partnership: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક મજબૂતી; કેમ દુનિયા માટે ભારત હવે ‘અનિવાર્ય’ છે, જાણો વિગતે.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Trump Greenland Mission: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર નવો દાવ; જાણો શું છે અમેરિકાનું ‘શાંતિ સૂત્ર’ અને કેમ આ ટાપુ પર છે ટ્રમ્પની નજર’.
Exit mobile version