ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
યુદ્ધના પડઘમ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 98 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગઈ છે.
આજે WTI ક્રૂડ 1.34 ટકા વધીને 93.33 ડોલર પર પહોંચ્યું છે જે બુધવારે 92.35 ડોલર હતું.
આ સિવાય બ્રેન્ટ ક્રૂડ બુધવારે 97 ડોલરથી આજે 1.22 ટકા વધીને 98.02 ડોલર થયું છે.
જોકે ભારતમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં 5 રાજ્યોમાં ચૂંટણીને કારણે સરકાર અને સરકારી કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખી રહી છે.
