Site icon

યુક્રેનની ગલીએ ગલીએ ઘૂમે છે મોત! સાઈક્લીસ્ટ પર વરસ્યો રશિયન તોપનો ગોળો, શરીરનાં ચીંથરા ઊડી ગયા; જુઓ વિડીયો, જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર,

રશિયાની તોપો યુક્રેન વિરુદ્ધ આગ ઓકી રહી છે. મોસ્કો દ્વારા મચાવવામાં આવી રહેલી તબાહીનો એક વીડિયો સામે આવ્યો છે. જે  જોઈને અંદાજો લગાવી શકાય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સનકી મગજનું પરિણામ કઈ રીતે યુક્રેનના નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં યુક્રેનમાં એક સાયકલ સવાર રસ્તા પર ચાલતો જોવા મળે છે. ત્યારે અચાનક હવાઈ હુમલો થાય છે અને જોરદાર ધમાકા સાથે ચારે તરફ આગ પ્રસરી જાય છે. તથા પળભરમાં બધું જ નષ્ટ.  જુઓ આ વીડિયો 

 રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો હતો જે હજુ પણ ચાલુ છે. યુક્રેનના અનેક શહેરોમાં વિસ્ફોટોના પડઘા સંભળાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેનાએ યુક્રેનના 137 લોકોની હત્યા કરી છે. જ્યારે સેંકડો ઘાયલ થયા છે. રશિયા યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે, જેમાં નિર્દોષ લોકો પણ માર્યા ગયા છે. હવાઈ હુમલાનો ભોગ બનેલ સાઈકલ સવાર પણ તેમાંથી જ એક છે.

જમ્મુ-કાશ્મીર આ જિલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને માર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો, વધુ તપાસ ચાલુ

આ બધા વચ્ચે યુક્રેનના અધિકૃત સૂત્રોએ એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે શુક્રવારનો દિવસ યુક્રેન માટે બ્લેક ફ્રાઈડે સાબિત થઈ શકે છે. કારણ કે રશિયાએ પોતાના હુમલા અનેકગણા વધારી દીધા છે. 

Nepal: નેપાળમાં ફરી શરૂ થયો ‘જનરેશન Z’ નો વિરોધ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાગુ
Donald Trump: ટ્રમ્પનો ધડાકો: ‘મારા 350% ટેરિફના ડરથી ભારત-પાકએ યુદ્ધવિરામ કર્યો!’ પૂર્વ US પ્રમુખનો નવો ચોંકાવનારો દાવો
Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Exit mobile version