News Continuous Bureau | Mumbai
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ફોરન એક્સચેન્જની અછતને કારણે ગંભીર આર્થિક અને ઉર્જા કટોકટીનો સામનો કરી રહ્યું છે.
આ જ કારણે હવે અહીં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે જરૂરી ઇંધણની અછતને પગલે રાષ્ટ્રવ્યાપી દૈનિક વીજ કાપ વધારી દેવામાં આવ્યો છે.
બુધવાર સવારથી વીજ કાપનો સમય સાત કલાકથી વધારી દસ કલાક કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતથી જ દેશમાં સાત કલાક વીજ કાપ અમલી છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય: દેશની આ અગ્રણી ઓઇલ ઉત્પાદક કંપનીની 1.5 ટકા ભાગીદારી વેચી દેશે, જાણો કેટલાં હજાર કરોડ ભેગાં કરવાનો પ્લાન
