Site icon News Continuous Bureau | Mumbai

De-dollarization Move: ઈરાનનો ‘યુઆન’ દાવ! ડોલરને ફેંકી દેશે બહાર? હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલના વેપાર માટે ઈરાને બદલ્યા નિયમો.

De-dollarization Move: વૈશ્વિક તેલ બજારમાં હલચલ: ઈરાને તેલના ટેન્કરોને મંજૂરી આપવા માટે ચીની કરન્સીની શરત મૂકી, તેલના ભાવ 2022 પછીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યા.

De-dollarization Move Iran Considers Oil Trade in Yuan for Safe Passage Through Strait of Hormuz

De-dollarization Move Iran Considers Oil Trade in Yuan for Safe Passage Through Strait of Hormuz

News Continuous Bureau | Mumbai

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે તેહરાન હવે તેલના વેપારમાં અમેરિકી ડોલરના વર્ચસ્વને તોડવા માટે એક મોટી વ્યૂહરચના બનાવી રહ્યું છે. ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી પસાર થતા તેલના ટેન્કરોને મર્યાદિત મંજૂરી આપવા પર વિચાર કરી રહ્યું છે, પરંતુ તેની પાછળ એક મોટી શરત હોઈ શકે છે. ઈરાન ઈચ્છે છે કે આ તેલનો વેપાર ડોલરના બદલે ચીની ચલણ યુઆન (Yuan) માં કરવામાં આવે. આ પ્રસ્તાવથી વૈશ્વિક તેલ બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ મીડિયા ને જણાવ્યું હતું કે, તેહરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોની અવરજવરને નિયંત્રિત કરવા માટે નવી યોજના બનાવી રહ્યું છે. જો આ યોજના લાગુ થશે, તો આંતરરાષ્ટ્રીય તેલ વેપારમાં યુઆનનો ઉપયોગ વધશે, જે અમેરિકી ડોલર માટે મોટો પડકાર બની શકે છે.

Join Our WhatsApp Channel

તેલના ભાવ 3 વર્ષમાં સૌથી વધુ

હોર્મુઝની સામુદ્રધુની દુનિયાનો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. અહીં સર્જાયેલા તણાવને કારણે કાચા તેલના ભાવ જુલાઈ 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. અગાઉ યુક્રેન પર રશિયાના હુમલા સમયે આવી સ્થિતિ સર્જાઈ હતી. તેલની વધતી કિંમતોને કારણે ભારત સહિતના વિકાસશીલ દેશોમાં મોંઘવારી વધવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : US Strike on Iran Oil: ખર્ગ આઈલેન્ડ: ઈરાનની શક્તિ કે સૌથી મોટી નબળાઈ? અમેરિકાના નિશાને રહેલા આ ટાપુ પાછળનું અસલી ગણિત જાણો

ડોલર વિરુદ્ધ યુઆન: ચીનનો પણ છે આડકતરો ટેકો

વિશ્વમાં તેલનો મોટાભાગનો વેપાર ડોલરમાં થાય છે. જોકે, રશિયા પરના પ્રતિબંધો બાદ રશિયાએ તેલ વેચવા માટે રૂબલ કે યુઆનનો ઉપયોગ શરૂ કર્યો છે. ચીન પણ છેલ્લા ઘણા સમયથી સાઉદી અરેબિયા અને ઈરાન જેવા દેશોને યુઆનમાં તેલ વેચવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. જો ઈરાન યુઆનમાં તેલ વેચવાની શરત પર મક્કમ રહેશે, તો ચીની કરન્સીની વૈશ્વિક સ્વીકૃતિમાં મોટો ઉછાળો આવશે, જે અમેરિકાની આર્થિક સત્તાને નબળી પાડી શકે છે.

રશિયાને આડકતરો ફાયદો

ઈરાને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરતા તેલની અછતની ચિંતા વધી હતી. આ સ્થિતિને સ્થિર કરવા માટે અમેરિકાએ રશિયાના તેલ સેક્ટર પરના પ્રતિબંધોમાં આંશિક ઢીલ આપી છે. જેના કારણે રશિયા અત્યારે તેલ વેચીને મોટી કમાણી કરી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ કમાણીનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં તેની સૈન્ય તાકાત વધારવા માટે કરી શકે છે. ઈરાનની આ નવી શરત પશ્ચિમી દેશો અને એશિયન અર્થતંત્રો વચ્ચે નવો વિવાદ છેડી શકે છે.

Russian Foreign Minister Lavrov War Warning ત્રીજા વિશ્વયુદ્ધની સીધી ધમકી! રશિયાએ નાટો અને યુરોપિયન દેશો સામે ખેંચી લાલ રેખા; પશ્ચિમી સૈનિકોની એન્ટ્રી પર સીધા લશ્કરી સંઘર્ષનું એલાન
Adani Power Godda Plant Shutdown અદાણી ગોડ્ડા પ્લાન્ટમાંથી સપ્લાય ઠપ થતાં બાંગ્લાદેશમાં અંધારપટ, BNP એ બ્રિક્સ સમિટ સાથે જોડાયેલો છે વિવાદ!
US Tariff Bill Cleared Congress યુએસ સંસદમાં મોટું બિલ મંજૂર, રાષ્ટ્રપતિને મળી ૧૦૦ ટકા ટેરિફ લાદવાની સત્તા; વૈશ્વિક બજારો ચિંતિત
India MEA Reaction Trump Tariff Threat ડોનાલ્ડ ટ્રમ્પની ૧૦૦% ટેરિફની ધમકી પર ભારતનો વળતો પ્રહાર રશિયન ક્રૂડ ઓઇલ આયાત મામલે વિદેશ મંત્રાલયે આપ્યો જડબાતોડ જવાબ
Exit mobile version