Site icon

WHO Chief Warn: આવી રહી છે કોરોના કરતાં પણ ખતરનાક મહામારી! 2 કરોડ લોકોના થશેમોત

સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સ ની બેઠકમાં WHOના વડાએ ચેતવણી આપી હતી કે કોવિડ-19 રોગચાળો હજુ સમાપ્ત થયો નથી.

Deadlier than COVID…, WHO chief warns threat of ‘another pandemic’ emerging

WHO Chief Warn: આવી રહી છે કોરોના કરતાં પણ ખતરનાક મહામારી! 2 કરોડ લોકોના થશે મોત

News Continuous Bureau | Mumbai

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના વડા ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું કે વિશ્વએ એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા પણ ઘાતક હશે. ધ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, WHO ચીફે કહ્યું કે આવનારા વાયરસથી ઓછામાં ઓછા 2 કરોડ લોકો માર્યા જશે. તાજેતરમાં, ગ્લોબલ હેલ્થ બોડીએ જાહેરાત કરી હતી કે કોવિડ-19 રોગચાળો હવે સ્વાસ્થ્ય કટોકટી નથી.

Join Our WhatsApp Community

WHOના વડાએ જિનીવામાં તેમની વાર્ષિક હેલ્થ કોન્ફરન્સમાં કહ્યું કે આવનારી મહામારીને રોકવાનો સમય આવી ગયો છે. આ માટે વાતચીતને આગળ વધારવાનો સમય છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સ ની બેઠકમાં WHOના વડાએ ચેતવણી આપી હતી કે કોવિડ-19 રોગચાળો હજુ સમાપ્ત થયો નથી.

WHOએ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી

ડો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે કોવિડ પછી અન્ય પ્રકારની બીમારીનો ખતરો હોઈ શકે છે, જે મૃત્યુનું કારણ બની શકે છે. તે કોવિડ કરતા વધુ ઘાતક સાબિત થઈ શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે વિશ્વએ આ માટે તૈયાર રહેવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો  : ઈતિહાસ બની જશે મુંબઈની લોકલ ટ્રેન! મુંબઈકરોને મળશે વંદે ભારતની ભેટ; જાણો ક્યારથી શરૂ થશે..

WHO એ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી છે, જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે. ડેઇલી મેલે અહેવાલ આપ્યો છે કે તેમની સારવારની અછત અથવા રોગચાળો ફેલાવવાની તેમની સંભાવનાને કારણે તેઓ સૌથી જોખમી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે વિશ્વ કોવિડ -19 રોગચાળાના આગમન માટે તૈયાર નથી, જે એક સદીમાં સૌથી ગંભીર આરોગ્ય સંકટ તરીકે ઉભરી આવ્યું છે.

આવનારી મહામારી માટે તૈયાર – WHO ચીફ

WHOના વડાએ બેઠકમાં કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કોવિડ-19એ આપણી દુનિયા બદલી નાખી છે. આમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આપણે જાણીએ છીએ કે આંકડો આનાથી વધુ હોઈ શકે છે.

તેમણે કહ્યું કે જે ફેરફારો કરવા જોઈએ તે આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને, જો હવે ન બને તો ક્યારે. આવનારી મહામારી દસ્તક આપી રહી છે અને આવશે પણ. આપણે નિર્ણાયક, સામૂહિક અને સમાન રીતે જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.

Russia-Ukraine War Ceasefire: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે મંત્રણા સફળ? રશિયા એક સપ્તાહ માટે યુદ્ધવિરામ કરવા સંમત હોવાનો ટ્રમ્પનો દાવો
India-EU Trade Deal Impact: ભારત-યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ઝટકો, શાહબાઝ શરીફ માટે કેમ વધી મુશ્કેલીઓ?
India-US Trade Deal Update: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલની તૈયારી; શું ભારતની શરતો સ્વીકારશે વોશિંગ્ટન? જાણો આ ડીલથી ભારતીય બજાર પર શું થશે અસર
Colombia Plane Crash: કોલંબિયામાં ટેક-ઓફ બાદ તરત જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પહાડી વિસ્તારમાં પ્લેન ખાબકતા ૧૫ લોકોના મોતની પુષ્ટિ
Exit mobile version