Site icon

નાદારીની આરે ઉભેલા પાકિસ્તાનની સાઉદી અરબે મજાક ઉડાવી, મુલાકાતના ૧ મહિના બાદ હજી સુધી નથી આપી લોન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

નાદારીની અણી એ ઉભા પાકિસ્તાનની પરિસ્થિતિ વધુ કફોડી બની ગઈ છે, વડાપ્રધાન ઈમરાન ખાનની સાઉદી અરેબની મુલાકાતને એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, અત્યાર સુધી વચન મુજબ પાકિસ્તાનને 3 અબજ ડૉલર લોન (કેશ રિઝર્વ) અને 1.2 અબજ ડૉલરની લોન પર તેલ મળ્યું નથી. હવે ઈમરાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી સોશિયલ મીડિયા પર આશા વ્યક્ત કરી રહ્યા છે કે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ અઠવાડિયે પાકિસ્તાનને રૂપિયા આપી શકે છે. પાકિસ્તાન સરકારને આ રોકડ રિઝર્વ પર 3.2% દરે વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે. સાઉદી અરબે પાકિસ્તાનને કુલ 4.2 અબજ ડોલરની લોન કે મદદ કરવાનું વચન આપ્યું છે.

 

જો સાઉદી અરબ સરકાર આ સપ્તાહ સુધીમાં પાકિસ્તાનને રૂપિયા નહીં આપે તો ઈમરાન સરકારની સામે મોટું આર્થિક સંકટ આવી શકે છે. તેની પાછળનું કારના તે છે કે IMF અને પાકિસ્તાન સરકારની વચ્ચે અત્યાર સુધીમાં જે ડીલ ફાઇનલ થઈ નથી. મામલો થોડે અંશે નિયંત્રણમાં છે, પરંતુ ફાઇનલ ત્યારે જ થશે જ્યારે IMFનું એક્ઝિક્યુટિવ બોર્ડ સમજૂતીને લીલી ઝંડી આપે. બોર્ડની બેઠકની તારીખ પણ હજી નક્કી નથી. કદાચ હવે નવા વર્ષમાં જ બેટલ મળશે. સવાલ તે છે કે જો સાઉદીએ રૂપિયા આપશે નહીં અને IMF પણ 1 અબજ ડોલરનો હપ્તો આપશે નહીં તો ઈમરાન સરકાર દૈનિક ખર્ચ માટેના રૂપિયા ક્યાથી લાવશે?

 

કોરોના બાદ ઈજિપ્તમાં ફરી થી વર્ષો જૂની એવન્યૂ ઓફ સ્ફિંક્સની પરેડની પરંપરા શરૂ થઇ

સાઉદી અરબે પાકિસ્તાનને કુલ 4.2 અબજ ડોલરની લોન કે મદદ કરવાનું વચન આપ્યું છે. સાઉદી-પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે સાઉદીએ પાકિસ્તાનને વ્યાજ પર લોન આપી હોય અને પરત આપવાનો સમય પણ નક્કી કર્યો હોય. બે વર્ષ પહેલા પણ સાઉદી અરબે પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોન આપી હતી. જ્યારે ઇમરાને મલેશિયા અને તુરકીની સાથે મુસ્લિમ દેશોનું અલગ સંગઠન બનાવવાનું કાવતરું ઘડવા માંગ્યું ત્યારે સાઉદીએ આ રૂપિયા તરત જ પરત માંગ્યા. ત્યારે કોઈ મુદત પણ આપવામાં આવી ન હતી. પરિણામ તે આવ્યું કે ઈમરાન સરકારે ચીન પાસેથી મનમરજી અનુસારના વ્યાજ દરે લોન લીધી અને સાઉદીને રૂપિયા પરત આપ્યા. ત્યારબાદ એક વર્ષ સુધી બંને દેશો વચ્ચે કડવાશભર્યા સંબંધ રહ્યા. ભારે મુશ્કેલીઓ બાદ હવે બંને દેશો વચ્ચે મુલાકાત શક્ય બની રહી છે

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version