Site icon News Continuous Bureau | Mumbai

સંપત્તિ હોવા છતાં આ ગામના લોકો ક્યારેય કપડાં પહેરતા નથી, આ નિયમ પ્રવાસીઓને પણ લાગુ પડે છે, એનું કારણ ખૂબ જ રસપ્રદ છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 21 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

 

બ્રિટનના સ્પીલપ્લાટ્ઝ ગામના લોકો કપડાં વગર જીવે છે. તમે આ જાણીને આશ્ચર્ય પામશો, પરંતુ  એ સાચું છે કે  યુનાઇટેડ કિંગ્ડમ (UK)ના આ ગામમાં દરેક વ્યક્તિ દિગંબર રહે છે. તો ચાલો જાણીએ એની પાછળનાં કારણો વિશે. બ્રિટનમાં આજના યુગમાં લોકો લેટેસ્ટ શૈલીનું અનુકરણ કરે છે, ફૅશનમાં ટ્રેન્ડિંગ હોય એવાં કપડાં ખરીદે. અભિનેતાઓ મૉડલની શૈલીનું અનુકરણ કરે, પરંતુ બ્રિટનના સ્પીલપ્લાટ્ઝ ગામમાં લોકો છેલ્લાં 85 વર્ષથી કપડાં વગર જીવે છે. તમે બહાર જાઓ અથવા કોઈના ઘરે પણ જાઓ, લોકો દિગંબર છે.

સદીઓથી, કપડાં એ દેશ અને સમુદાયની સંસ્કૃતિની ઓળખ છે, પરંતુ બ્રિટનના સ્પીલપ્લાટ્ઝ ગામમાં રહેતા પુરુષો અને સ્ત્રીઓ કપડાં વગર રહે છે.જો કોઈ પ્રવાસી આ સ્થળની મુલાકાત લેવા ઇચ્છે છે તો તેને પણ પગપાળા ગામમાં જવું પડે છે. આ ગામ હર્ટફોર્ડશાયર અને બકેટવુડ નજીક આવેલું છે. જોકે એવું નથી કે આ ગામના લોકો ગરીબ છે કે તેઓ કપડાં ખરીદી શકતા નથી. ગામમાં પબ, હૉટેલ, મોટેલ, સ્વિમિંગ પૂલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ છે. ઉનાળામાં, 3 મકાનો મુલાકાતીઓને ભાડે આપવા માટે બનાવવામાં આવ્યા છે. મોટા ભાગના લોકો બે પલંગના બંગલામાં રહે છે. 
ગામના લોકોને પણ ખબર નથી કે કપડાં ન પહેરવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ. ઘણા લોકો એવી પણ દલીલ કરે છે કે તેઓએ કુદરતી જીવન જીવવા માટે કપડાં છોડી દીધાં છે. આજે સ્થિતિ એ છે કે આ ગામમાં મહિલાઓ અને પુરુષોને કપડાં ધોવાં પડતાં નથી.

તાલિબાનના ડરથી અફઘાન છોડવા અમેરિકી કાર્ગો વિમાનમાં કરી હતી પડાપડી, હવામાંથી નીચે પડી  મોતને ભેટનાર યુવાન હતો અફઘાનિસ્તાનનો યુવા ફૂટબૉલર; જાણો વિગતે

ગામના વડીલોને આ પ્રકારના ગામમાં રહેવાનો ગર્વ છે. કપડાં સિવાય દુનિયાના કોઈ પણ ખૂણામાં જીવન જીવવું સામાન્ય અને સરળ છે. જોકે કુદરતી પ્રકાશ, ત્વચાની એલર્જીવાળા બેથી ત્રણ લોકોને શરીર ઢાંકવાની છૂટ છે. ગામના લોકોના મતે આ કુદરતી ગામ  સ્પીલપ્લેટ્ઝ એટલે રમતનું મેદાન. 

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Houthi Claim Shooting Down Saudi F15 યમન સંઘર્ષમાં સાઉદી અરેબિયાને મોટો ઝટકો હૂથી વિદ્રોહીઓએ એરસ્ટ્રાઈક કરવા આવેલા F15 ફાઈટર જેટને તોડી પાડ્યાનો દાવો
US India Trade Deal કેવી રીતે થશે ટ્રેડ ડીલ? રશિયાના બહાને ભારત પર ટ્રમ્પના પ્રહારની તૈયારી, ૧૦૦% ટેરિફના ખતરાથી $૧૩૨ અબજનો દ્વિપક્ષીય વેપાર સંકટમાં
Henley Passport Index India Ranking ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઝટકો! હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતના ક્રમમાં ઘટાડો, જાણો હવે કેટલા દેશોમાં મળશે વિઝાફ્રી એન્ટ્રી
Exit mobile version