ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
ભારત દેશમાં રસ્તાની વચ્ચોવચ બેઠેલી ગાય તેમજ ગંદકી ફેલાવનાર કુતરા, બિલાડી ની ફરિયાદ અવારનવાર સંભળાતી હોય છે. હવે આવો ત્રાસ વિદેશમાં પણ છે તેવું એક સમાચારથી સ્પષ્ટ થયું છે. દક્ષિણ અમેરિકા ના દેશ અર્જેન્ટીના ના સેન જુઆન માં 23 વર્ષીય છોકરી ફ્લોરેન્સિયા સાંજે સાત વાગ્યે ઇવનિંગ વોક કરવા માટે ઘરની બહાર નીકળી. ઘર નજીક આવેલા મેદાન પાસે આશરે છ કૂતરાઓ તેના પર હુમલો કર્યો અને તેને ફાડી ખાધી હતી. જ્યારે આ ઘટના ચાલી રહી હતી ત્યારે પોતાની જાતને બચાવવા માટે તેણીએ પોતાના ભાઇને ફોન કર્યો હતો. તેના ભાઈએ ઘટનાસ્થળ પર પહોંચી કૂતરાઓને ગોળી મારી ત્યારબાદ કુતરાઓ ભાગ્યા હતા.
આમ માત્ર ભારત જ નહીં અન્ય ઠેકાણે પણ રખડું જાનવરોથી ખતરો છે.