ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ડોમિનિકા ડોમિનિકા કોર્ટે પ્રતિબંધિત વસાહતી જાહેર કરી મોટો આંચકો આપ્યો છે
ડોમિનિકાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ પ્રધાન પ્રધાન રાયબર્ન બ્લેકમૂરે પોલીસ વડાને આદેશ આપ્યો છે કે કાયદા અનુસાર ચોકસીને વહેલી તકે દેશમાંથી બહાર કાઢવાના પગલાં લેવામાં આવે.
ડોમિનિકા સરકારના આ નિર્ણયથી મેહુલ ચોક્સીનું ભારત પ્રત્યાપર્ણ સહેલું બની જવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ચોકસી ભારતથી ભાગીને એન્ટિગુઆમાં રહેતો હતો અને તાજેતરમાં ત્યાંથી તે ડોમિનિકા પહોંચ્યો હતો. તે ફિલ્મી સ્ટાઇલમાં ક્યુબા ભાગવાની ફિરાકમાં હતો ત્યાં પોલીસે તેને પકડી પાડ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે? હવે યોગી આદિત્યનાથ અચાનક દિલ્હી પહોંચ્યા