ભાગેડુ મેહુલ ચોકસીને ડોમિનિકન કોર્ટે આ શરતે આપ્યા જામીન; હવે પ્રત્યર્પણમાં થશે વિલંબ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 જુલાઈ, ૨૦૨૧

મંગળવાર

પંજાબ નૅશનલ બૅન્ક સ્કૅમના આરોપી ભાગેડુ મેહુલ ચોકસીને ડોમિનિકાની કોર્ટે શરતો સાથે જામીન આપ્યા છે. મેહુલ ચોકસી એન્ટિગુઆમાં હતો અને ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો. બાદમાં તેને ડોમિનિકામાંથી પકડવામાં આવ્યો હતો. તેના પર ગેરકાયદે દેશમાં પ્રવેશ કરવાનો આરોપ હતો. હવે ડોમિનિકાની કોર્ટે તેને જામીન આપી દીધા છે એથી તે ફરી એન્ટિગુઆ જઈ શકશે.

મેહુલ ચોકસીને કોર્ટે ખરાબ સ્વાસ્થ્યને આધારે જામીન આપ્યા છે. મેહુલ ચોકસીના રિપૉર્ટમાં ડૉક્ટરે કહ્યું છે કે તેને ગંભીર બીમારીઓ છે અને તેને ન્યુરોલોજિસ્ટની જરૂર છે. ચોકસીએ અમેરિકા અને એન્ટિગુઆમાં ન્યૂરોસર્જન પાસે સારવાર કરાવવાની મંજૂરી માગી હતી. કોર્ટે તેને સારવાર કરાવવાની પરવાનગી આપી છે, પરંતુ તેણે સ્વસ્થ થયા બાદ ફરી ડોમિનિકા પાછું ફરવું પડશે.

કાંદીવલી ફેક વેક્સિનેશનની ગોઝારી અસર, પાલિકાએ કોઈ પગલા ન લીધા હવે એક મહિલા કોરોના સંક્રમિત થઈ.

ઉલ્લેખનીય છે કે કોર્ટે આ સાથે ચોકસીને દસ હજાર ઈસ્ટર્ન કેરેબિયન ડૉલર જમા કરાવવા માટે કહ્યું છે. ભારતીય રૂપિયામાં એની કિંમત પોણાત્રણ લાખ રૂપિયા છે. હવે આ સાથે જ મેહુલ ચોકસીના પ્રત્યર્પણની કાર્યવાહી પણ લંબાઈ શકે છે. મેહુલ ચોક્સી હાલ ડોમિનિકાની રાજધાની રુઝોની એક હૉસ્પિટલમાં દાખલ છે.

Exit mobile version