Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ નો બદલાયો સૂર, ભારતે મોટો નિર્ણય લેતા જ બદલી ભાષા, જાણો અમેરિકા ના રાષ્ટ્રપતિ એ શું કહ્યું

Donald Trump: એક સમયે ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવવાની વાત કરતા ટ્રમ્પે હવે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા, વૈશ્વિક સ્તરે અમેરિકા વિરુદ્ધ એકજૂઠ થતા દેશોથી ચિંતિત

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પ નો બદલાયો સૂર, ભારતે મોટો નિર્ણય લેતા જ બદલી ભાષા

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પ નો બદલાયો સૂર, ભારતે મોટો નિર્ણય લેતા જ બદલી ભાષા

News Continuous Bureau | Mumbai 
થોડા દિવસો પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પ્રત્યેની ભાષા બદલાઈ ગઈ હતી. અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને સતત ધમકાવવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, ભારતીય વસ્તુઓ પર સીધો ૫૦ ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ટેરિફના આ મુદ્દાને કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધ્યો હતો. ભારતે છેલ્લી ઘડી સુધી અમેરિકાની શરતો સ્વીકારી નહીં, અને ત્યારબાદ ભારતીય વસ્તુઓ પર સીધો ટેરિફ લગાવી દેવાયો હતો. આ ટેરિફના કારણે ભારતને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અમેરિકાએ આ ટેરિફ લગાવવા પાછળ કારણ આપ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, તેથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. જોકે, તેમણે પોતે રશિયા અને ચીન પર ૫૦ ટકા ટેરિફ લગાવ્યો ન હતો.

અમેરિકાને ઘેરવા ભારત, ચીન અને રશિયાની રણનીતિ

હવે ભારત અને અન્ય કેટલાક દેશો અમેરિકા વિરુદ્ધ એકસાથે આવતા જોવા મળી રહ્યા છે. ટેરિફના મુદ્દા પર ચીને પહેલાથી જ અમેરિકાની સખત ટીકા કરી છે. બીજી તરફ, રશિયા, બ્રાઝિલ અને જાપાન પણ ભારતના પક્ષમાં ઊભા છે. ચીન, ભારત અને રશિયા હવે અમેરિકાને ઘેરવાની પૂરી તૈયારીમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ચીનની મુલાકાતે જવાના છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ganeshotsav 2025: ચિંચપોકલી ના ચિંતામણી અને લાલબાગચા રાજાની પ્રતિષ્ઠાપના સંપન્ન, ભીડ ને નિયંત્રણ કરવા મુંબઈ પોલીસ એ લીધી આ ટેક્નોલોજી નો સહારો

ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના કર્યા ભરપૂર વખાણ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં અમેરિકા વિરુદ્ધ કેટલાક નિર્ણયો લેવાઈ તેવી શક્યતા છે. આ ત્રણ શક્તિશાળી દેશો એકસાથે આવતા ડોનાલ્ડ ટ્રમ્પ પરેશાન થઈ ગયા છે. એક તરફ ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવનાર ટ્રમ્પની ભાષા હવે બદલાઈ ગઈ છે. ભારત, રશિયા અને ચીન એકસાથે બેઠક કરી રહ્યા હોવાથી ડોનાલ્ડ ટ્રમ્પ હવે નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળે છે. તેમણે કહ્યું કે મોદી એક અદ્ભુત વ્યક્તિ છે.

Flavio Bolsonaro Flees To US લુલા ડા સિલ્વાના શપથ પૂર્વે બોલ્સોનારો ફ્લોરિડા પહોંચ્યા; વિવિધ કૌભાંડો અને તપાસ મામલે કાનૂની ગાળિયો મજબૂત
Trump Conditional Election Acceptance મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સનો સફાયો થવાનો ડર? પરાજયની આશંકા વચ્ચે ટ્રમ્પનું શરતી નિવેદન કહ્યું, જો અમે હારીશું તો…
Flydubai Captain Smit Machhar Honoured ફ્લાયદુબઈ ફ્લાઇટના હીરો કેપ્ટન સ્મિત મચ્છરનું UAEમાં સર્વોચ્ચ સન્માન રાષ્ટ્રપતિએ આપ્યો ‘ફર્સ્ટક્લાસ ઓર્ડર ઓફ ઝાયદ II’
India Invites Pakistan For SCO Dialogue ‘ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમવાર ભારતે પાકિસ્તાનને મોકલ્યું સત્તાવાર આમંત્રણ, SCO બેઠક માટે બોલાવ્યા દિલ્હી
Exit mobile version