Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump: દુનિયાનું 68% તેલ હવે ટ્રમ્પના હાથમાં? અમેરિકી રાષ્ટ્રપતિના દાવાથી આરબ દેશોમાં ફફડાટ, જાણો ભારત પર શું થશે અસર

Donald Trump: વોશિંગ્ટનમાં નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ દરમિયાન ટ્રમ્પનું મોટું નિવેદન; વેનેઝુએલાના તેલ ભંડારનો અમેરિકા ઉપયોગ કરશે તેવી જાહેરાત.

Donald Trump Claims US and Venezuela Control 68% of World's Oil; Vows to Transform Global Energy Market.

Donald Trump Claims US and Venezuela Control 68% of World's Oil; Vows to Transform Global Energy Market.

News Continuous Bureau | Mumbai

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ઉર્જા બજારમાં ખળભળાટ મચાવે તેવું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે અમેરિકા અને વેનેઝુએલા પાસે મળીને દુનિયાના કુલ તેલ ભંડારનો અંદાજે 68 ટકા હિસ્સો છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે અમેરિકા તેલના વ્યવસાયને પોતાની રીતે આગળ ધપાવશે. વોશિંગ્ટનમાં આયોજિત 74મા નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટમાં સંબોધન કરતા ટ્રમ્પે કહ્યું કે, વેનેઝુએલા આર્થિક રીતે મુશ્કેલીમાં હોવા છતાં તેમની પાસે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર છે. ટ્રમ્પે દાવો કર્યો કે જાન્યુઆરીમાં થયેલા લશ્કરી અભિયાન બાદ હવે વેનેઝુએલાની તેલ સંપત્તિનો ઉપયોગ અમેરિકા દ્વારા કરવામાં આવશે. આનાથી વૈશ્વિક બજારમાં તેલની કિંમતો પર સીધી અસર પડી શકે છે.

Join Our WhatsApp Channel

વેનેઝુએલામાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી

ટ્રમ્પે જાન્યુઆરીની શરૂઆતમાં થયેલી સૈન્ય કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અમેરિકાએ વેનેઝુએલામાં પ્રવેશીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની અટકાયત કરી છે. તેમણે આ કાર્યવાહીને એક મોટું સૈન્ય મિશન ગણાવ્યું હતું. ટ્રમ્પના મતે, હવે અમેરિકાની મોટી તેલ કંપનીઓ ત્યાં જશે અને અબજો ડોલરના રોકાણ દ્વારા જર્જરિત હાલતમાં રહેલા તેલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી બેઠું કરશે.

આ સમાચાર પણ વાંચો: Mole Astrology : આવી સ્ત્રીઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે, જેમના હોઠના આ ભાગ પર હોય છે તલ

સત્તા પરિવર્તન સુધી અમેરિકાનું શાસન

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જ્યાં સુધી વેનેઝુએલામાં સુરક્ષિત રીતે સત્તાનું પરિવર્તન ન થાય ત્યાં સુધી અમેરિકા ત્યાંનું વહીવટ સંભાળશે. તેમણે ઉમેર્યું કે વેનેઝુએલાના તેલને હવે આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પાયે વેચવામાં આવશે. જોકે, આ સૈન્ય કાર્યવાહી અને ટ્રમ્પના દાવાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક કાયદાકીય પ્રશ્નો અને વિવાદો ઉભા થયા છે.

વૈશ્વિક તેલ બજાર પર અસર

વેનેઝુએલા પાસે દુનિયાનો અંદાજે 17 ટકા તેલ ભંડાર હોવાનું મનાય છે. જો ટ્રમ્પનો દાવો સાચો સાબિત થાય અને અમેરિકા ખરેખર વેનેઝુએલાના તેલ પર નિયંત્રણ મેળવી લે, તો ઓપેક (OPEC) દેશોનો પ્રભાવ ઘટી શકે છે. આનાથી રશિયા અને મધ્ય પૂર્વના દેશો સાથે અમેરિકાના સંબંધોમાં પણ નવા સમીકરણો રચાઈ શકે છે. ભારત જેવા તેલ આયાતકાર દેશો માટે પણ આ સ્થિતિ મહત્વની સાબિત થશે.

China Naval Strength સમુદ્રમાં ખળભળ, ચીને વધાર્યું દુનિયાનું ટેન્શન રોજના 100 ચીની જહાજો સક્રિય, ભારતઅમેરિકા માટે વધ્યો ખતરો
White House Security Breach સુરક્ષામાં મોટી ચૂંક કે સાજીશ? વ્હાઇટ હાઉસ પાસે હથિયારો સાથે ઝડપાયેલા વેનેઝુએલાના શખ્સનો ચોંકાવનારો દાવો
US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Exit mobile version