Site icon

Donald Trump Decision :ટ્રમ્પનો વધુ એક આદેશ, હવે પાકિસ્તાન સહિત 41 દેશના લોકો અમેરિકામાં પગ નહીં મૂકી શકે; શું ભારતનું નામ પણ યાદીમાં છે? જાણો..

Donald Trump Decision :અમેરિકાનું ટ્રમ્પ વહીવટીતંત્ર ટૂંક સમયમાં 41 દેશો સામે કડક પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, એક આંતરિક મેમોમાં ડઝનબંધ દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ લાદવાની શક્યતા ઉભી થઈ છે. આ મેમોરેન્ડમમાં 41 દેશોની યાદી શામેલ છે, જે ત્રણ અલગ અલગ જૂથોમાં વહેંચાયેલા છે. આ યાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે, જેના કારણે પાકિસ્તાની નાગરિકો માટે અમેરિકા મુસાફરી કરવી મુશ્કેલ બની શકે છે.

Donald Trump Decision Pakistan, Bhutan Among 41 Countries In Trump's Potential Travel Ban List

Donald Trump Decision Pakistan, Bhutan Among 41 Countries In Trump's Potential Travel Ban List

News Continuous Bureau | Mumbai

Donald Trump Decision :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયોથી આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. ટેરિફ વિવાદ વચ્ચે, ટ્રમ્પ હવે બીજી એક મોટી યોજના બનાવી રહ્યા છે.  મીડિયા રિપોર્ટ્સ  મુજબટ્રમ્પ આગામી સમયમાં એક ડઝનથી વધુ દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. એક મેમોરેન્ડમમાં 41 દેશોની યાદી સુપરત કરવામાં આવી છે. તેમના પર પ્રતિબંધની શક્યતા છે.

Join Our WhatsApp Community

Donald Trump Decision : આ પગલાનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો 

અહેવાલો અનુસાર, પ્રતિબંધ લાદનારા દેશોને ત્રણ અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. જેના પર ભવિષ્યમાં પ્રતિબંધ લગાવી શકાય છે. આ પગલાનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો હોવાનું કહેવાય છે. આ પ્રતિબંધની સૌથી મોટી અસર ભારતના પડોશી દેશો પર જોવા મળી શકે છે. ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિકો માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની શકે છે. આ નિર્ણય એ લોકો માટે મોટો આંચકો બની શકે છે જેમણે અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા નિયંત્રણ મેળવ્યા પછી ત્યાંથી આશ્રય લીધો છે.

Donald Trump Decision :દેશોને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા 

આ સમાચાર પણ વાંચો : India slams Pakistan : પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે UNમાં કાઢી ઝાટકણી; કહ્યું વારંવાર જમ્મુ-કાશ્મીરના નારા લગાવવાથી..

Donald Trump Decision :ટ્રમ્પે પહેલાથી જ આપ્યું હતું વચન 

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ, ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ એક કાર્યકારી આદેશ બહાર પાડ્યો હતો. જેમાં અમેરિકામાં પ્રવેશ કરવા માંગતા વિદેશી નાગરિકોની સુરક્ષા તપાસને વધુ કડક બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશમાં, ઘણા કેબિનેટ સભ્યોને 21 માર્ચ સુધીમાં તે દેશોની યાદી પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. અમેરિકા હવે આ યાદીમાં ફેરફાર કરી શકે છે. મતલબ કે, તેમાં ઘણા દેશો ઉમેરી શકાય છે અને ઘણા દેશોને તેમાંથી બાકાત રાખી શકાય છે. આ પછી વહીવટીતંત્રની મંજૂરી બાદ જ યાદી જાહેર કરવામાં આવશે.

 

Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
PM Modi: ‘લાલુના ‘ફાનસ’ પર PM મોદીનો ‘ડિજિટલ’ પ્રહાર: સમસ્તીપુરમાંથી RJD પર નિશાન સાધ્યું, જાણો ભાષણના 10 મહત્ત્વના પોઈન્ટ્સ
Donald Trump: નવા યુદ્ધનો ભય? ટ્રમ્પે પુતિનને આપી સીધી ચેતવણી; ભારતની વિદેશ નીતિ સામે સૌથી મોટો પડકાર!
Afghanistan: ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે? કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારીઓ શરૂ
Exit mobile version