Site icon

જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પનો બફાટ : કાશ્મીરને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યું.. ભારતને જૉ બાઈડેનનું સમર્થક ગણાવ્યું

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

04 નવેમ્બર 2020

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રની એક ટ્વીટે રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામની પૂર્વ સંધ્યાએ એક ચર્ચા છેડી છે. ટ્રમ્પના દીકરાએ વિશ્વના તમામ દેશોને પોતાના પિતાના સમર્થનમાં બતાવવાના ચક્કરમાં દુનિયાને 2 રંગમાં લાલ અને બ્લૂમાં વહેંચી દીધી છે. દુનિયાના નક્શાને સંયુક્ત રાજ્ય અમેરિકામાં રિપબ્લિકેશન રંગના પ્રતિનિધિકત્વ કરનારા લાલ રંગમાં દર્શાવ્યા છે. પરંતુ ભારત, ચીન, મૈક્સિકો અને આફ્રીકામાં લાઈબેરિયા ફક્ત બ્લૂ રંગમાં દર્શાવ્યા છે. જેમાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના ભાગ રુપે દર્શાવવામાં આવ્યા છે, એટલુ જ નહીં અમેરિકાના રાજ્યો કેલિફોનિયા અને મેરીલેન્ડમાં સારી એવી ભારતીય વસ્તીના કારણે તેને બ્લૂ રંગમાં દર્શાવી છે. 

રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પ જૂનિયરે આ હાસ્યાસ્પદ નક્શામાં જમ્મુ -કાશ્મીર અને લદ્દાખનું વલણ ભારતથી ઉલ્ટુ દર્શાવ્યું છે. બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યોના લાલ રંગમાં દર્શાવ્યા છે. જ્યારે આખા ભારતને બ્લૂ રંગમાં દર્શાવ્યું છે.

ટ્રમ્પના દીકરાની આ ટ્વીટથી ભારતમાં રાજકારણ ગરમાયુ છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સહિત અને રાજનેતાઓએ આ મુદ્દા પર ટિપ્પણી કરી છે. અબ્દુલ્લાએ વ્યગ્યમાં ભારત- અમેરિકાના સંબંધો અને ભારતીય પીએમ મોદી અને ટ્રમ્પની વચ્ચે ઘણીવાર અનૌપચારિક મુલાકાતની વાત કરી ટોન્ટ માર્યો છે. સાંસદ શશિ થરુરે આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘નમોના બ્રોમાંસની કિંમત: કાશ્મીર અને નોર્થ ઈસ્ટ  ભારતના બાકીના ભાગથી કટ થયા.

જ્યારે બીજી તરફ ભારતમાં પાકિસ્તાનના પૂર્વ ઉચ્ચાયુક્ત અબ્દુલ વાસિતે જુનિયર ટ્રમ્પના  માનચિત્રને ઉત્સાહજનક જણાવી ટ્વીટ કર્યુ કે, આ સારુ છે કે જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના ભાગ રુપે દર્શાવવામાં આવ્યા છે…

India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
India-EU Trade Deal: ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ! ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી.
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Exit mobile version