Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump: ટ્રમ્પનું ડબલ સ્ટેન્ડ: એકબાજુ મોદીના વખાણ, બીજીબાજુ ભારતને રશિયન ઓઈલ પર ધમકી; શું વધશે મોંઘવારી?

રશિયા-ભારત તેલ વ્યાપારથી અમેરિકી રાષ્ટ્રપતિ નારાજ; ભારત પર પહેલાથી જ ૫૦% ટેરિફ લાદનાર ટ્રમ્પે આપ્યા વધુ કડક પગલાંના સંકેત.

Donald Trump: ટ્રમ્પનું ડબલ સ્ટેન્ડ: એકબાજુ મોદીના વખાણ

Donald Trump: ટ્રમ્પનું ડબલ સ્ટેન્ડ: એકબાજુ મોદીના વખાણ

News Continuous Bureau | Mumbai

Donald Trump  ૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે, તો અમેરિકા ટૂંક સમયમાં ભારતીય ચીજવસ્તુઓ પર ટેરિફ વધારી શકે છે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ‘ખૂબ સારા માણસ’ ગણાવ્યા હતા, પરંતુ સાથે એમ પણ ઉમેર્યું હતું કે વ્યાપારિક બાબતોમાં ભારત માટે તેમને (ટ્રમ્પને) ખુશ રાખવા જરૂરી છે.

Join Our WhatsApp Channel

રશિયા સાથેના તેલ વ્યાપાર પર વાંધો

મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “તેઓ (ભારત) મને ખુશ કરવા ઈચ્છતા હતા. પીએમ મોદી સારા માણસ છે અને તેઓ જાણે છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે તે મને ગમતું નથી. જો આ વ્યાપાર ચાલુ રહેશે, તો અમે ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ.” ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત રશિયા પર નિર્ભરતા ઘટાડીને અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધોને પ્રાથમિકતા આપે.

૫૦% ટેરિફનો ઈતિહાસ

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૫માં ટ્રમ્પ પ્રશાસને ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદી દીધો હતો. ટ્રમ્પ લાંબા સમયથી દબાણ કરી રહ્યા છે કે ભારત પોતાનું ડેરી અને એગ્રીકલ્ચર (કૃષિ) માર્કેટ અમેરિકા માટે સંપૂર્ણપણે ખોલે. ભારત પોતાના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે મક્કમ રહ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ અટવાયેલી છે.

આ સમાચાર પણ વાંચો : Clove Water for Glowing Skin: મોંઘી ક્રીમ ભૂલી જશો! માત્ર 2 લવિંગ બદલી નાખશે તમારો લુક; 21 દિવસમાં ચહેરા પર આવશે ‘ગોલ્ડન ગ્લો’.

ગ્લોબલ પોલિટિક્સમાં ટ્રમ્પનું વર્ચસ્વ

હાલમાં જ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પ અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતની તટસ્થ નીતિ અને રશિયા સાથેના મજબૂત સંબંધો અમેરિકા માટે માથાના દુખાવા સમાન બન્યા છે. ટ્રમ્પનું તાજેતરનું નિવેદન ભારત પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે.

 

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Trump’s 20% Tariff વૈશ્વિક વ્યાપારમાં નવા જંગના એંધાણ! ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી— “તમારી પાસે કોઈ અધિકાર નથી!”
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Yemen’s Threat ઈરાન બાદ હવે યમનની ધમકી હોર્મુઝ જ નહીં, આ રૂટ પણ બંધ કરીશું; ક્રૂડ ઓઈલ સીધું 200 ડોલરે પહોંચશે!
Exit mobile version