Site icon

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથેના અમેરિકાના વેપારથી અજાણ: ભારતે અમેરિકાની બેવડી નીતિ સામે લાલ આંખ કરતા ટ્રમ્પ ની થઇ આવી હાલત

રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની (Crude Oil) ખરીદી બંધ કરવા ભારત પર દબાણ વધારનારા ટ્રમ્પે કહ્યું કે, તેમને રશિયા સાથેના અમેરિકાના વ્યાપારની કોઈ જાણકારી નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથેના અમેરિકાના વેપારથી અજાણ

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથેના અમેરિકાના વેપારથી અજાણ

News Continuous Bureau | Mumbai

 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક નિવેદનમાં જણાવ્યું કે, તેમને આ વાતની જાણકારી નથી કે અમેરિકા (America) રશિયા પાસેથી યુરેનિયમ અને ફર્ટિલાઇઝર (Fertilizer) ખરીદી રહ્યું છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત (India) રશિયા પાસેથી તેલ (Oil) ખરીદવાનું ચાલુ રાખવા બદલ પશ્ચિમી દેશોની ટીકાઓનો સામનો કરી રહ્યું છે. ભારતે (India) જણાવ્યું કે, અમેરિકા (America) પોતે રશિયા સાથે વેપાર ચાલુ રાખી રહ્યું છે અને ભારત પર દબાણ વધારી રહ્યું છે. આ વાત પર ટ્રમ્પે (Trump) કહ્યું, “મને આ વિશે કશું જ ખબર નથી. મારે આની તપાસ કરવી પડશે.”

Join Our WhatsApp Community

ચીન સહિતના દેશો પર ટેરિફ (Tariff) લગાવવા અંગે ટ્રમ્પે શું કહ્યું?

એક અહેવાલ મુજબ, ચીન (China) સહિત રશિયન (Russian) ઊર્જા ખરીદતા તમામ દેશો પર 100 ટકા ટેરિફ (Tariff) લાદવા વિશે પૂછવામાં આવતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું, “મેં ક્યારેય ટકાવારી નથી જણાવી, પરંતુ અમે તેનો એક મોટો ભાગ લગાવીશું. અમે જોઈશું કે આગામી સમયમાં શું થાય છે. આવતીકાલે અમારી રશિયા (Russia) સાથે બેઠક છે.”

‘આ બિડેનનું યુદ્ધ છે’

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વધુમાં જણાવ્યું કે, “આ બિડેન નું (Biden) યુદ્ધ છે અને અમે તેમાંથી બહાર આવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. મેં છેલ્લા પાંચ મહિનામાં પાંચ યુદ્ધો રોક્યા છે અને સાચું કહું તો હું ઈચ્છું છું કે આ છઠ્ઠું યુદ્ધ હોય. બાકીના યુદ્ધો મેં ગણતરીના દિવસોમાં જ રોકી દીધા, જેમાં લગભગ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) પણ સામેલ છે અને હું આખી યાદી ગણાવી શકું છું, પણ તમે પણ એટલું જ જાણો છો જેટલું હું જાણું છું.”

આ સમાચાર પણ વાંચો : Beauty Tips: મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સને કહો અલવિદા! ચમકદાર ત્વચા માટે શરૂ કરો દેશી ઘીનો ઉપયોગ, ફાયદા જાણી ચોંકી જશો

ભારતનો સણસણતો જવાબ

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, અમેરિકન કંપનીઓ (American Companies) રશિયા પાસેથી પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર માટે પેલેડિયમ (Palladium), ફર્ટિલાઇઝર (Fertilizer) અને રસાયણો (Chemicals) ખરીદવાનું ચાલુ રાખી રહી છે, જ્યારે તે ભારત પર તેના વેપાર સંબંધો ઘટાડવા માટે દબાણ કરી રહી છે. ટ્રમ્પે (Trump) ભારત પર રશિયા પાસેથી તેલ (Oil) ખરીદવાનું બંધ કરવા માટે દબાણ વધાર્યું છે અને ચેતવણી આપી છે કે આગામી 24 કલાકમાં વધારાના શુલ્ક લગાવવાની શક્યતા છે.

US Leverage Declines as BRICS Rises: અમેરિકાની વૈશ્વિક પકડ પડી રહી છે ઢીલી, ચીન અને બ્રિક્સ જૂથ બન્યો નવો પડકાર
Musk vs. Modi: મસ્ક vs મોદી: ઇન્ટરનેટ સેન્સરશિપ મામલે ભારતીય સરકાર સામે X ની કાનૂની જંગ
Donald Trump: 150% થી 250% સુધી… હવે ફાર્મા સેક્ટર પર પણ ટેરિફ લાદશે ટ્રમ્પ, ભારત ને મોટા નુકસાનની આશંકા
Trump Upset with India: રશિયન તેલ જ નહીં… આ 3 મોટા કારણો, જેના લીધે ટ્રમ્પ થયા ભારત થી નારાજ
Exit mobile version