Site icon

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો નવો નિર્ણય: હવે અમેરિકાની કંપનીઓએ ચીનમાં વેપાર કરવા માટે ‘કરવું પડશે આવું કામ

Nvidia અને AMD જેવી મોટી કંપનીઓને હવે ચીનમાં ચિપ્સ વેચવા માટે સરકારને કમાણીનો 15% હિસ્સો આપવો પડશે

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો નિર્ણય

News Continuous Bureau | Mumbai

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર વિવાદાસ્પદ નિર્ણય સાથે ચર્ચામાં છે. તેમણે હવે અમેરિકાની (American) ટેક કંપનીઓને ચીનમાં વેપાર કરવા માટે સરકારને કમાણીનો ભાગ આપવાનો નિયમ લાગુ કર્યો છે. Nvidia અને AMD જેવી ચિપ બનાવતી કંપનીઓને હવે ચીનમાં ચિપ્સ (Chips) વેચવા માટે 15% રકમ સરકારને આપવી પડશે. આ નિર્ણયથી નવા પ્રકાર ની ટ્રેડ વોર શરૂ થવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

Nvidia અને AMD પર લાગુ થયો નવો ‘ટૅરિફ’ નિયમ

ટ્રમ્પ સરકારે Nvidia ની H20 ચિપ અને AMD ની MI308 ચિપ માટે નવો નિયમ લાગુ કર્યો છે. હવે આ કંપનીઓએ ચીનમાં ચિપ્સ વેચવા માટે તેમના નફાનો 15% હિસ્સો અમેરિકન (American) સરકારને આપવો પડશે. આ નિયમ હેઠળ કંપનીઓને નિકાસ પરવાનગી મેળવવા માટે આ શરતો સ્વીકારવી ફરજિયાત છે.

ટ્રમ્પ બન્યા ‘વસૂલી કિંગ’, કંપનીઓને દબાણ હેઠળ કરાર કરવા પડ્યા

મિડિયા રિપોર્ટ્સ અનુસાર Nvidia અને AMD એ આ શરતો સ્વીકારી છે. Nvidia એ નિવેદનમાં જણાવ્યું કે તેઓ વૈશ્વિક માર્કેટિંગ માટે અમેરિકન (American) નિયમોનું પાલન કરશે. ટ્રમ્પ (Trump) સરકારના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે હવે દરેક કંપની સાથે આવા કરારો થવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Jagdeep Dhankhar: રાઉતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ને લઈને વ્યક્ત કરી આવી આશંકા, પૂછ્યા આવા સવાલ

2023 ની ચિપ્સ પર પ્રતિબંધ પછી હવે શરતી મંજૂરી

2023માં બાયડન (Biden) સરકાર દ્વારા ચીનમાં સેમિકન્ડક્ટર (Semiconductor) નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ 2025માં ટ્રમ્પ (Trump) સરકાર ફરીથી આવી અને તેમણે પણ H20 ચિપ્સ પર પ્રતિબંધ મૂક્યો. હવે કેટલીક શરતો સાથે ફરીથી નિકાસ મંજૂરી આપવામાં આવી રહી છે.

Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
Exit mobile version