Site icon

Drone Attack: સિરીયામાં અમેરિકન મિલિટરી બેઝ પર ડ્રોન હુમલો.. આટલા સૈનિકો માર્યા ગયા.. ઘણા ઘાયલ.. બિડેન ઈરાન પર ગમે ત્યારે કરી શકે છે ઉગ્ર વળતો હુમલો..

Drone Attack: ગયા વર્ષે ઓક્ટોબરમાં ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ મધ્ય પૂર્વમાં આ પ્રકારના હુમલામાં અમેરિકન સૈનિકો માર્યા ગયા હોય તેવો આ પહેલો પ્રસંગ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે હુમલામાં સીરિયાની સરહદ નજીક ઉત્તરપૂર્વ જોર્ડનમાં ટાવર 22 નામના બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.

Drone attack on American military base in Syria.. 3 soldiers killed.. Many injured.. Biden can launch a fierce counterattack on Iran anytime.

Drone attack on American military base in Syria.. 3 soldiers killed.. Many injured.. Biden can launch a fierce counterattack on Iran anytime.

News Continuous Bureau | Mumbai

Drone Attack: સીરિયા બોર્ડર પાસે જોર્ડનમાં તૈનાત અમેરિકન સૈનિકો ( American soldiers ) પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે ડઝનથી વધુ અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.

Join Our WhatsApp Community

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ( Joe Biden ) આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આ હુમલો ઈરાન ( Iran ) સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હુમલા માટે જવાબદારો પર જરુરથી કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ મધ્ય પૂર્વમાં આ પ્રકારના હુમલામાં અમેરિકન સૈનિકો માર્યા ગયા હોય તેવો આ પહેલો પ્રસંગ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે હુમલામાં સીરિયાની સરહદ નજીક ઉત્તરપૂર્વ જોર્ડનમાં ટાવર 22 નામના બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ હુમલામાં સીરિયામાં યુએસ અલ-તાન્ફ બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું..

 

એક અહેવાલ મુજબ, જોર્ડન ( jordan ) સરકારના પ્રવક્તાએ કહ્યું કે હુમલો જોર્ડનની ધરતી પર થયો ન હતો, પરંતુ સીરિયામાં ( Syria border ) થયો હતો. મુહાન્નાદ અલ મુબૈદીને જોર્ડનના જાહેર પ્રસારણકર્તા અલ-મામલાકા ટેલિવિઝનને જણાવ્યું હતું કે આ હુમલામાં સીરિયામાં યુએસ અલ-તાન્ફ બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Delhi: દિલ્હીમાં DRI એ આટલા કરોડથી વધુની કિંમતના સોના અને ચાંદી જપ્ત કરી… દાણચોરી રેકેટનો કર્યો પર્દાફાશ.. જુઓ વિડીયો..

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના અધિકારીની એક સત્તાવાર પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “ગઈ રાત્રે, સીરિયાની સરહદ પાસે ઉત્તરપૂર્વીય જોર્ડનમાં તૈનાત અમારા દળો પર માનવરહિત હવાઈ ડ્રોન હુમલા દરમિયાન ત્રણ અમેરિકી સેવા સભ્યો માર્યા ગયા હતા.” જીલ અને હું આ ધિક્કારપાત્ર અને સંપૂર્ણપણે અન્યાયી હુમલામાં આ યોદ્ધાઓની શોકમાં અમારા શહીદોના પરિવારો અને મિત્રો સાથે છું અને તેમને આ દુખની ઘડીમાં હિંમત રાખવાનું કહુ છું..

તે જ સમયે, વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “.. “અમે આ હુમલા માટે જવાબદાર વિશે તથ્યો એકત્રિત કરી રહ્યા છીએ, અમે જાણીએ છીએ કે તે સીરિયા અને ઇરાકમાં કાર્યરત ઈરાન સમર્થિત કટ્ટરવાદી આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવ્યો હતો.”

પ્રાથમિક અંદાજમાં 25 જવાનો ઘાયલ થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. એક યુએસ અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે લગભગ 34 યુએસ સૈનિકોને મગજની સંભવિત ઇજાઓ માટે સારવાર કરવામાં આવી રહી છે. જે આટલા મોટા વિસ્ફોટ પછી સામાન્ય ઘટના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ethiopia Volcano: હવાઈ અવ્યવસ્થા: જ્વાળામુખીની રાખની અસર દિલ્હી એરપોર્ટ પર, યાત્રીઓ મુશ્કેલીમાં – જાણો ફ્લાઇટ સ્ટેટસ.
Benjamin Netanyahu: દિલ્હી બ્લાસ્ટ બાદ નેતન્યાહૂનો મોટો નિર્ણય, તણાવ વચ્ચે ભારત પ્રવાસ કર્યો રદ.
Hailey Gubi Volcano: હવાઈ મુસાફરી પર ખતરો: ઇથોપિયાના જ્વાળામુખીની રાખ નું વાદળ ભારત નજીક, DGCAએ આપી આવી સલાહ.
Hezbollah Commander: ઇઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહનો અવ્વલ કમાન્ડર ઠાર; ‘આ’ દેશની મોસ્ટ-વોન્ટેડ યાદીમાં હતો સામેલ
Exit mobile version