Site icon

અમેરીકા નહીં પરંતુ આ ઇસ્લામિક દેશ માં બની વિશ્વ નો પહેલો ૧૦૦ ટકા પેપરલેસ સરકાર. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

મંગળવાર

દુબઈ સરકારમાં તમામ આંતરિક, બાહ્ય વ્યવહારો અને પ્રક્રિયાઓ હવે ૧૦૦% ડિજિટલ છે અને વ્યાપક ડિજિટલ સરકારી સેવાઓ પ્લેટફોર્મ દ્વારા દેખરેખ અને સંચાલિત છે. શેખ હમદાને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધ્યેય હાંસલ કરવો એ જીવનના તમામ પાસાઓને ડિજિટાઇઝ કરવાની દુબઇની યાત્રામાં નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે. આ પ્રવાસનો આધાર નવીનતા, કલાત્મકતા અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે આ સિદ્ધિ દુબઈની વિશ્વની અગ્રણી ડિજિટલ મૂડી તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે અને સરકારી કામગીરી અને સેવાઓ ડિઝાઇન કરવામાં રોલ મોડેલ તરીકે છે જે ગ્રાહકોમાં ખુશીનું કારણ બની શકે છે. ડિજિટલાઇઝેશન ડ્ઢેહ્વટ્ઠૈ ર્દ્ગુ એપ્લિકેશન દ્વારા રહેવાસીઓને અસાધારણ અનુભવો પ્રદાન કરવામાં પણ મદદ કરશે. જે ૧૨ મુખ્ય શ્રેણીઓમાં ૧૩૦ થી વધુ સ્માર્ટ સિટી સેવાઓને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ સંસ્થાઓ ૧,૮૦૦ થી વધુ ડિજિટલ સેવાઓ અને ૧૦,૫૦૦ થી વધુ મુખ્ય વ્યવહારો પ્રદાન કરે છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને જણાવ્યું હતું કે સરકાર આગામી પાંચ દાયકામાં દુબઈમાં ડિજિટલ લાઈફ બનાવવા અને તેને વધારવા માટે અદ્યતન વ્યૂહરચના અમલમાં મૂકવાની યોજના ધરાવે છે. યુ.એસ., યુકે, યુરોપ અને કેનેડાએ મોટા પાયે સરકારી કામગીરીને ડિજિટાઇઝ કરવાની યોજના વ્યક્ત કરી હોવા છતાં સાયબર હુમલાના ભયને કારણે તેમના ડિજીટલાઇઝેશન અંગે શંકાઓ રહે છે.આજે કોઈ પણ દેશની સરકાર હોય કાગળ તો જરૂરી છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે કુદરતી આફત આવે તો આ કાગળના દસ્તાવેજાે ગુમ થવાનો ભય રહે છે. જેના કારણે ઘણી વાર અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ દિશામાં દુબઇ સરકાર દ્વારા એક પગલું ભરવામાં આવ્યું છે. દુબઈ સરકાર ૧૦૦% પેપરલેસ થનારી વિશ્વની પ્રથમ સરકાર બની છે. સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જાહેરાત કરી હતી કે પેપરલેસ થવાથી સરકારના ૧.૩ બિલિયન દિરહામ (૩૫ કરોડ ડોલર) અને ૪૦ લાખ શ્રમ કલાકોની બચત થઇ છે.

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version