Site icon

અફઘાનિસ્તાનમાં 6.6 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સહિત ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં જોરદાર ઝાટકા, આટલા લોકોના નિપજ્યા મોત

પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન પાકિસ્તાનની સાથે ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6.6 માપવામાં આવ્યા હતા. લગભગ 10 સેકન્ડ સુધી જમીન હચમચી જતાં લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. દિલ્હીની સાથે હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લદ્દાખમાં પણ 23 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની પ્રાથમિક માહિતી છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું.

ભૂકંપની ઊંડાઈ 156 કિમી

દિલ્હીમાં વારંવાર ભૂકંપ આવે છે. ભૂકંપ બાદ તમામ નાગરિકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનો પહેલો આંચકો રાત્રે 10:17 વાગ્યે આવ્યો હતો. દિલ્હીની સાથે તુર્કમેનિસ્તાન, પાકિસ્તાન, કઝાકિસ્તાન પણ આ ભૂકંપથી પ્રભાવિત થયા હોવાનું જાણવા મળે છે. આ ભૂકંપની ઊંડાઈ 156 કિમી હોવાનું કહેવાય છે. તેમજ તેનું કેન્દ્ર હિન્દુ કુશ પર્વતમાળામાં છે. આથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાનને આંચકો લાગ્યો હોવાનું જાણવા મળે છે.  

આ સમાચાર પણ વાંચો : ચહેરા પર કરો છો ‘બરફના પાણી’નો ઉપયોગ? પહેલાં જાણી લો તેના નુકસાન, નહીંતર થઈ શકે છે આવી મુશ્કેલીઓ.

પાકિસ્તાનમાં નવના મોત

મીડિયા રિપોર્ટ મુજબ આ દરમિયાન પાકિસ્તાનમાં નવ નાગરિકોના મોત થયા છે અને 100થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.  ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી-એનસીઆરમાં બહુમાળી ઈમારતોમાં લોકો ખૂબ જ ડરી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં આ વર્ષે ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Exit mobile version