News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનમાં(Pakistan) આજે વહેલી સવારે ભૂકંપના(Earthquake) તેજ આંચકા અનુભવાયા છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા(Magnitude) 5.1 નોંધવામાં આવી છે.
પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન(Afghanistan) અને ઈરાનમાં(Iran) પણ તેની અસર જોવા મળી હતી. ત્યાં પણ આંચકા અનુભવાયા.
ભૂકંપ બાદ આ વિસ્તારમાં ભયનો માહોલ છે. લોકો ડરી ગયા છે. જોકે વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અને ધીરજ રાખવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જમ્મુ-કાશ્મીરમાં(Jammu kashmir) વહેલી સવારે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
