Site icon News Continuous Bureau | Mumbai

Ebola Outbreak in Congo। કાંગોમાં ઇબોલાનો હાહાકાર 321 લોકો સંક્રમિત, 48 ના મોત બાદ હેલ્થ ઇમરજન્સી જાહેર, વેક્સિન માટે ભારતીય કંપની સહિત 3 ગ્રૂપને મળ્યું મોટું ફંડ

Ebola Outbreak in Congo। ઇબોલાના ખતરનાક 'બુન્ડિબુગ્યો' સ્ટ્રેન સામે રસી તૈયાર કરવા માટે વૈશ્વિક સંસ્થા સેપી (CEPI) દ્વારા 570 કરોડનું ફંડ જાહેર કરાયું.

Ebola Outbreak in Congo। કાંગોમાં ઇબોલાનો હાહાકાર 321 લોકો સંક્રમિત, 48 ના મોત બાદ હેલ્થ ઇમરજન્સી જાહેર, વેક્સિન માટે ભારતીય કંપની સહિત 3 ગ્રૂપને મળ્યું મોટું ફંડ

Ebola Outbreak in Congo। કાંગોમાં ઇબોલાનો હાહાકાર 321 લોકો સંક્રમિત, 48 ના મોત બાદ હેલ્થ ઇમરજન્સી જાહેર, વેક્સિન માટે ભારતીય કંપની સહિત 3 ગ્રૂપને મળ્યું મોટું ફંડ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Ebola Outbreak in Congo। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો અને યુગાન્ડા સહિત પૂર્વી આફ્રિકાના કેટલાક ભાગોમાં ઇબોલા વાયરસના એક નવા અને અત્યંત ઘાતક સ્ટ્રેને ભારે તબાહી મચાવી છે. સત્તાવાર આંકડા અને રોઇટર્સના અહેવાલ મુજબ, આ જીવલેણ રોગના દર્દીઓની સંખ્યા વધીને 321 થઈ ગઈ છે અને વાયરસ ત્રણ અલગઅલગ પ્રાંતોમાં ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં આ બીમારીના કારણે 48 લોકોના મોત થયા છે, જ્યારે આશરે 1100 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓએ તેને પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે.

ઇબોલાના ‘બુન્ડિબુગ્યો’ સ્ટ્રેન સામે દુનિયામાં કોઈ રસી કે ઈલાજ ઉપલબ્ધ નથી

હાલમાં ફેલાયેલો આ રોગ ઇબોલાના ‘બુન્ડિબુગ્યો’ સ્ટ્રેનને કારણે થયો છે, જેની સામે હાલમાં વિશ્વમાં કોઈ સચોટ રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. આ રોગચાળાનો સામનો કરવા અને યુદ્ધના ધોરણે નવી રસી વિકસાવવા માટે વૈશ્વિક સંસ્થા ‘સેપી’ (CEPI) એ 60 મિલિયન ડોલર (આશરે 570 કરોડ રૂપિયા) ના ફંડની જાહેરાત કરી છે. સેપીએ આ અસરકારક રસી બનાવવા માટે અમેરિકી કંપની મોડર્ના, ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ એઇડ્સ વેક્સિન ઇનિશિયેટિવ (IAVI) ને આ નાણાકીય સહાય પૂરી પાડી છે, જેથી આગામી થોડા મહિનામાં ટ્રાયલ શરૂ થઈ શકે.

ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ (SII) અને ઓક્સફોર્ડ મળીને તૈયાર કરશે નવી વેક્સિન

આ મિશન અંતર્ગત સૌથી મોટી રકમ મોડર્ના કંપનીને આપવામાં આવી રહી છે. સેપીએ મોડર્નાની સંભવિત રસીના ક્લિનિકલ ટ્રાયલ અને મેન્યુફેક્ચરિંગ માટે 50 મિલિયન ડોલર ફાળવ્યા છે. આ સિવાય, બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની ભારતની ‘સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા’ (SII) ને સંયુક્ત રીતે 8.6 મિલિયન ડોલર આપવામાં આવ્યા છે. ઓક્સફોર્ડ અને સીરમ મળીને ‘ChAdOx1 Bundibugyo’ નામની રસી તૈયાર કરી રહ્યા છે, જે તે જ ટેક્નોલોજી પર આધારિત છે જેનાથી કોરોના કાળમાં કોવિશિલ્ડ વેક્સિન બનાવવામાં આવી હતી.

ત્રીજી સંસ્થા આઈએવીઆઈ (IAVI) ને પણ મળ્યું ફંડ, વિશ્વ બેંકે પણ ખોલ્યો ખજાનો

આ પ્રોજેક્ટમાં સામેલ ત્રીજી સંસ્થા IAVI ને શરૂઆતી તબક્કે 3.2 મિલિયન ડોલર આપવામાં આવ્યા છે. પશુઓ પર કરાયેલા પ્રારંભિક અભ્યાસમાં IAVI ની સિંગલ-ડોઝ વેક્સિનના ખૂબ જ સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. વેક્સિન બનાવવા ઉપરાંત પૂર્વી કાંગોના અશાંત વાતાવરણ વચ્ચે ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરવા અને ગરીબ વિસ્તારો સુધી તેને મફત પહોંચાડવી એ મોટો પડકાર રહેશે. આ સંકટનો સામનો કરવા માટે વૈશ્વિક વેક્સિન ગઠબંધન ‘ગાવી’ (Gavi) એ 50 મિલિયન ડોલર અને વર્લ્ડ બેંકના ‘પેન્ડેમિક ફંડ’ એ 220.6 મિલિયન ડોલર (આશરે 1,840 કરોડ રૂપિયા) ની વિશાળ ગ્રાન્ટ જાહેર કરી છે.

👉 આ સમાચાર વાચો:
Vaibhav Suryavanshi|15 વર્ષના યુવા સેન્સેશનની સીધી ભારતીય ટીમમાં એન્ટ્રી? અજીત અગરકર એક્શનમાં, BCCI સચિવે કરી મોટી જાહેરાત!

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
Exit mobile version