Site icon News Continuous Bureau | Mumbai

Egypt Economic Crisis : પાકિસ્તાન કરતાં પણ ગરીબ છે આ મુસ્લિમ દેશ, UAEને ‘વેચવા’ જઈ રહ્યો છે, ‘ધરતી પરનું સ્વર્ગ’..

Egypt Economic Crisis : પ્રાચીન દેશ ઇજિપ્ત ભૂમધ્ય સમુદ્રમાં સ્થિત તેના નગર રાસ અલ હિકમાને લગભગ 22 અબજ ડોલરમાં UAEને આપવા જઇ રહ્યું છે. આ નગર તેના સુંદર બીચ માટે જાણીતું છે અને તેથી જ તેને 'હેવન ઓન અર્થ' કહેવામાં આવે છે. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીના આ નિર્ણય સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.

Egypt Economic Crisis Egyptian Official Confirms Sale Of Mediterranean Town Ras El Hikma To Uae Investors

Egypt Economic Crisis Egyptian Official Confirms Sale Of Mediterranean Town Ras El Hikma To Uae Investors

News Continuous Bureau | Mumbai 

Egypt Economic Crisis : પાડોશી દેશ પાકિસ્તાનની જેમ વિશ્વનો અન્ય એક મુસ્લિમ દેશ પણ ગરીબીના માર્ગે છે. અહીંની અર્થવ્યવસ્થા ( Economy ) પડી ભાંગી છે. જાણકારી અનુસાર, પ્રાચીન દેશ ઇજિપ્ત ( Egypt  ) ભૂમધ્ય સમુદ્રમાં સ્થિત તેના નગર રાસ અલ હિકમાને ( Ras El Hikma ) લગભગ 22 અબજ ડોલરમાં UAEને આપવા જઇ રહ્યું છે. આ નગર તેના સુંદર બીચ માટે જાણીતું છે અને તેથી જ તેને ‘હેવન ઓન અર્થ’ કહેવામાં આવે છે. 

Join Our WhatsApp Channel

દેશભરમાં વિરોધ પ્રદર્શન

ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીના ( Abdel Fattah El-Sisi ) આ નિર્ણય સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા ઇજિપ્તને વિદેશી ચલણની ( foreign currency ) સખત જરૂર છે. આ કારણોસર, તેઓ તેમના ખૂબ જ મહત્વપૂર્ણ શહેરને UAEના રોકાણકારોને સોંપવા જઈ રહ્યા છે. ઇજિપ્તના એક અધિકારીએ આ ડીલની પુષ્ટિ કરી છે.

‘રાસ અલ હિકમા’ નગર ઇજિપ્તના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલું છે.

ઇજિપ્તના અધિકારીએ કહ્યું કે યુએઇના રોકાણકારો આ ખૂબ જ ખાસ નગર રાસ અલ હિકમાને ખરીદશે, જે ભૂમધ્ય સમુદ્રમાં ઇજિપ્તના ઉત્તર પશ્ચિમ કિનારે સ્થિત છે. આ પહેલા પણ આ નગરને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે તેની ઘણી ટીકા થઈ હતી. ટીકાકારોનું કહેવું છે કે આ ડીલ પછી ઇજિપ્ત તેના સૌથી સુંદર દરિયાકાંઠાના શહેર પરનું નિયંત્રણ ગુમાવશે. ઇજિપ્તની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તેના ચલણની કિંમત બ્લેક માર્કેટમાં યુએસ ડોલર કરતાં અડધી છે.

આ સમાચાર પણ વાંચો : Nagaland: અરેરે, આ શું? તળાવમાં ફસાઈ ગયા નાગાલેન્ડના મંત્રી, પેટના બળે ઢસડાતા રહ્યા.. જુઓ વિડીયો..

ઇજિપ્તના રાષ્ટ્રપતિ કરી રહ્યા છે વિરોધનો સામનો

ગુરુવારે, IMF ટીમે તેની બે સપ્તાહની મુલાકાત પૂર્ણ કરી અને સંભવિત બેલઆઉટ પેકેજ અંગે વાતચીત કરી. એવું માનવામાં આવે છે કે આ પેકેજ 10 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. ઇજિપ્તના અધિકારી હોસામ હીબાએ જણાવ્યું હતું કે રાસ અલ હકીમાને વિકસાવવા પાછળ 22 અબજ ડોલરનો ખર્ચ થઈ શકે છે. UAE ના રોકાણકારો પ્રોજેક્ટને ધિરાણ, વિકાસ અને સંચાલન કરશે. ઈજિપ્ત સરકારના આ પગલાની આકરી ટીકા થઈ રહી છે.

 

Italy Nationwide Protests 2026 ઇટાલીમાં મોંઘવારી અને સૈન્ય ખર્ચ વધારા સામે જનઆક્રોશ ૪૦થી વધુ શહેરોમાં વિદ્યાર્થીઓશ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસે વોટર કેનન છોડ્યા
India Slams Double Standards On Terrorism યુએનમાં આતંકવાદ મુદ્દે બેવડા માપદંડો અપનાવવા સામે ભારત આકરું માનવાધિકાર પરિષદમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા કરી તાકીદ
US Midterm Elections Indian American Voters અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ભારતીયઅમેરિકન મતદારો કેન્દ્રસ્થાને; ઉમેદવારો મંદિરો, દિવાળી કાર્યક્રમો અને રેસ્ટોરન્ટ્સ મારફતે કરી રહ્યા છે પ્રચાર
China Stock Market Crashed શી જિનપિંગના અબજો ડોલરના પેકેજ પણ નિષ્ફળ! ચીની શેર વેચીને ભાગી રહ્યા છે રોકાણકારો; માર્કેટમાં ઐતિહાસિક મંદી
Exit mobile version