ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
05 ફ્રેબ્રુઆરી 2021
શું ખરેખર માણસ હવે યંત્ર બનશે? યંત્રવત જીવન જીવી રહેલા માનવી માટે એક ચોંકાવનારા સમાચાર છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અલન મસ્ક એ જાહેરાત કરી છે કે આ વર્ષના અંત સુધીમાં તેઓ માનવ મગજ માં કોમ્પ્યુટરની ચિપ લગાડવાની યોજના શરૂ કરી દેશે. ન્યૂરા લિંક નામથી શરૂ કરવામાં આવેલી આ યોજનાથી ન્યુરોલોજીકલ સમસ્યાઓ હલ કરવામાં મદદ મળશે. એક વિગત એવી છે કે આ ચિપને જાનવર ઉપર લગાડવામાં આવી છે અને તે સફળ રહી છે.
પરંતુ શું તમને એવું લાગે છે કે ખરેખર માત્ર આટલું જ થશે? મનુષ્ય સહજ સ્વભાવ છે કે સારી વસ્તુ બનાવ્યા બાદ તેમાંથી જે ફાયદો અને જેટલો ફાયદો મળે તેટલો ફાયદો ઉઠાવવો. એટલે હવે મગજમાં ચિપ લગાડ્યા બાદ ન્યુરોલોજીકલ સમસ્યાનો અંત આવતા બીજું શું કરવામાં આવશે તે કહેવું હાલ કઠણ છે.
