Site icon

આ અબજો રૂપિયાનું એલન મસ્ક શું કરશે- દિકરીએ બાપ સાથે છેડો ફાડ્યો અને હવે લિંગ પરિવર્તન પણ કરાવશે- જાણો મસ્ક પરિવારની રામાયણ

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

અબજોપતિ(Billionaire) અને દુનિયાની સૌથી વધુ શ્રીમંત કહેવાતા ટેસ્લા કંપનીના સ્થાપક-સીઈઓ(CEO Tesla) ઈલોન મસ્કની(Elon Musk) ટ્રાન્સજેન્ડર (તૃતિયપંથી) પુત્રીએ(Transgender daughter) તેમની સાથે છેડો ફાડી નાખ્યો છે. તાજેતરમાં તે 18 વર્ષની થઈ છે. અખબારી અહેવાલો અનુસાર, એણે અદાલતને વિનંતી કરી છે કે પોતે એની અટક(Surname) બદલવા માંગે છે, કારણ કે પોતે એનાં જૈવિક પિતા(biological father) સાથે હવે વધારે સંબંધ રાખવા ઈચ્છતી નથી.

એલન મસ્કની આ પુત્રીનું અગાઉનું નામ હતું ઝેવિયર એલેક્ઝાંડર મસ્ક(Xavier Alexander Musk) છે. તેણે કોર્ટને વિનંતી કરી છે કે પોતાની લિંગ(Gender) ઓળખને પુરુષમાંથી મહિલામાં બદલવા દેવા અને પોતાને નવું નામ નોંધાવવાની પરવાનગી આપવામાં આવે. આ કેસ પર શુક્રવારે સુનાવણી થવાની છે.

આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ફરી ધરતી ધ્રુજી- 250થી વધારે લોકોનાં મોત-આંચકાની આટલી તીવ્રતા 

ઉલ્લેખનીય છે કે, ઝેવિયર મસ્ક અને એમની ભૂતપૂર્વ પત્ની જસ્ટિન વિલ્સનની(Justin Wilson) પુત્રી છે. એણે પોતાનાં નવા નામમાંથી મસ્ક અટક પડતી મૂકી છે અને માતાની અટક – વિલ્સન જોડી છે. એલન મસ્કના ત્રણ અલગ અલગ સંબંધથી સાત સંતાનો છે, તેમાં આ પહેલી પત્ની સાથેનું સંતાન છે.
 

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version