ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
જાપાનના હાકિનોહે શહેરમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી નદીમાં કૂદી પડી હોવાનું જાણતાં જ બચાવ ટીમ, પોલીસ અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. યુવતીને બચાવવા યુદ્ધના ધોરણે પ્રયાસ થયા હતા, પરંતુ એને બહાર કાઢવામાં આવી તો જણાયું કે એ યુવતી નહોતી, પરંતુ રબરની સેક્સ ડૉલ હતી અને દરેકના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
તનાકા નટસૂકી નામના યુટ્યુબર વીડિયો બનાવતી વખતે, તેણે નદીકાંઠે પોલીસ, અગ્નિશામક દળો અને એક ઍમ્બ્યુલન્સ જોઈ. તેણે પણ શરૂઆતમાં વિચાર્યું કે બચાવ ટુકડી એક યુવતીને બચાવવા પ્રયાસ કરી રહી છે, પરંતુ આ ભ્રમ તૂટતાં આ કિસ્સો તેણે પોતાના ટ્વિટર ઍકાઉન્ટ પર પણ શૅર કર્યો હતો.
તો શું ભારતીયો ચીનની વેક્સિન લેવા માટે નેપાળ ફરવા જાય છે?સામે આવી આ ચોંકાવનારી વાત, જાણો વિગત
નટસૂકીએ ટ્વિટર પર લખ્યું હતું કે શરૂઆતમાં એક નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સેક્સ ડૉલ જોઈને આ વ્યક્તિએ વિચાર્યું કે યુવતી નદીમાં ડૂબી ગઈ છે અને તરત જ પોલીસને બોલાવી હતી. થોડી વાર પછી પોલીસ, અગ્નિશામક દળ અને એક ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોચ્યાં હતાં, પરંતુ જ્યારે તે યુવતીને નદીમાંથી ખેંચી બહાર લાવવામાં આવી ત્યારે આ વાતની જાણ થઈ હતી અને તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
