ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી 2012 ની ચૂંટણી દરમિયાન ખર્ચમાં ગેરરીતિઓ માટે દોષિત સાબિત થયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સરકોઝી પર આરોપ છે કે તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નક્કી કરેલા $ 27.5 મિલિયન કરતા વધારે ખર્ચ કર્યો.
આ ચૂંટણીમાં તેમને તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઓલાંદથી તેઓ હારી ગયા હતા.
સુનાવણી બાદ ન્યાયાધીશે કહ્યું કે સરકોઝીને જેલમાં જવાની જરૂર નથી, તે પોતાની સજા પૂરી કરવા માટે ઘરે ખાસ બ્રેસલેટ પહેરી શકે છે.
સરકોઝી 2007 થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા અને તેમણે કંઈપણ ખોટું ના કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો. સંભાવના એ પણ છે કે તે આ નિર્ણય સામે અપીલ કરે.
અદ્વિતીય કિસ્સો : 5 કરોડની લૉટરીનો પોતાના પર ઉપયોગ ન કરતાં, કર્યું પ્રશંસનીય કામ; જાણો વિગત
