Site icon News Continuous Bureau | Mumbai

શું અફઘાનીસ્તાનમાં ફરી આંતરીક સંઘર્ષ શરુ થશે? અફઘાનિસ્તાનના પૂર્વ આર્મી ચીફે પડકાર ફેંક્યો, ઈદ બાદ તાલિબાન સામે યુદ્ધ શરૂ થશે ! 

News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાનમાં તાલિબાને ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તા કબજે કરી હતી. હવે ત્યાં અફરાતફરી અને યુદ્ધ છે. અફઘાનિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ સામી સદાતે તાલિબાનને લડવાનો પડકાર ફેંક્યો છે. સદાતે કહ્યું છે કે તે પૂર્વ સૈનિકો અને રાજકારણીઓને સાથે રાખી તાલિબાન સામે નવું યુદ્ધ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ઈદ બાદ યુદ્ધ શરૂ થઈ શકે છે. લેફ્ટનન્ટ જનરલ સામી સદાતે તાલિબાનના હુમલા દરમિયાન દક્ષિણ પ્રાંત હેલમંદમાં અફઘાનિસ્તાનના સરકારી સુરક્ષા દળોની કમાન સંભાળી હતી. બીબીસીએ તેમને ટાંકીને જણાવ્યું છે કે, આઠ મહિનાના તાલિબાન શાસને ઘણા અફઘાનોને વિશ્વાસ અપાવ્યો છે કે લશ્કરી કાર્યવાહી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.

આ સમાચાર પણ વાંચો : સવાધાન રહેજો. ચીનના ૨૭ શહેરોમાં લોકડાઉન આશરે ૧૭ કરોડ લોકો ઘરમાં કેદ

Join Our WhatsApp Channel

સામી સદાતે કહ્યું કે, આગામી મહિને ઈદ બાદ યુદ્ધ શરૂ થઈ શકે છે. તેઓ આ સમયગાળામાં જ અફઘાનિસ્તાન પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ અને અન્ય લોકો અફઘાનિસ્તાનને તાલિબાનથી મુક્ત કરવા અને લોકશાહી વ્યવસ્થા ફરીથી સ્થાપિત થાય તે સુનિશ્ચિત કરવા માટે શક્ય એટલું બધું જ કરશે. તેમણે ઉમેર્યું કે, જ્યાં સુધી અમને આઝાદી નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું. તાલિબાનના આઠ મહિનાના શાસનમાં અમે અફઘાનિસ્તાનમાં જે જોયું છે તે રાજકીય હેતુઓ માટે ધાર્મિક પ્રતિબંધો અને પવિત્ર કુરાનને ખોટી રીતે ટાંકવા, ખોટું અર્થઘટન અને દુરૂપયોગ કરવા સિવાય બીજું કશું જ નથી. અફઘાનિસ્તાનમાં ૩૬ વર્ષીય સામી સદાત અફઘાન સેનાના સર્વોચ્ચ પદ પર રહેનાર અધિકારી હતા. એમની આગેવાની હેઠળની અફઘાન સેનાએ પ્રાંતની રાજધાનીમાં તાલિબાનને ઘૂંટણિયે પાડી દીધું હતું.

 

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version