Site icon

ગજબની ઠંડી, આ દેશમાં તાપમાન માઈનસ ૪૫ ડિગ્રીએ પહોંચતા એલર્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

અમેરિકામાં એક તરફ કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે બરફનાં તોફાને ન્યૂયોર્કથી બોસ્ટન સુધી ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘમરોળ્યું છે. ન્યૂયોર્કથી લઈને બોસ્ટન સુધી ત્રણ વર્ષ પછી એટલે કે ૨૦૧૯ પછી ભારે હિમવર્ષાએ હાહાકાર મચાવ્યો છે. ૧૫ મિલિયનથી વધુ લોકો ઠંડા પવનમાં ઠૂંઠવાઈ રહ્યા છે.

અમેરિકામાં ૧ દિવસમાં ૧૪ લાખથી વધુ કેસ આવતા હાહાકાર

પૂર્વ કાંઠાનાં રાજ્યોમાં પારો ગગડીને માઈનસ ૪૫ ડિગ્રીએ પહોંચતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવાર સુધીમાં ટેક્સાસ પર પાંચ ટોર્નેડો ત્રાટકવાનું જોખમ સર્જાઈ શકે છે. અન્ય ટોર્નેડો ઉત્તર અલાબામા તેમજ લુઈસિયાના પર ત્રાટકી શકે છે. બરફનાં તોફાનને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઈવે પર બરફની ચાદર છવાઈ ગઈ છે. અનેક વાહનો અધવચ્ચે ફસાયા છે. વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહનચાલકો માટે રસ્તો કાપવાનું મુશ્કેલ બન્યું છે. અનેક વાહનો બરફમાં દટાઈ ગયાં છે.

Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Saffron Surprise in Israel: નેતન્યાહુનો અદભૂત અંદાજ: પીએમ મોદી સાથેની મુલાકાતમાં પહેરી ભારતીય સદરી; સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ચર્ચા.
Uranium for India: ભારતના પરમાણુ મથકો માટે ‘ગોલ્ડન ન્યૂઝ’: કઝાકિસ્તાનથી આવશે યુરેનિયમનો કાફલો; ઈંધણની અછત હવે ક્યારેય નહીં વર્તાય..
PM Modi Israel Defense Deal 2026: બ્રહ્મોસથી પણ ચાર ડગલાં આગળ! ઈઝરાયેલનું ગુપ્ત હથિયાર ‘ગોલ્ડન હોરાઈઝન’ ભારતીય સેનામાં થશે સામેલ; જાણો તેની ઘાતક તાકાત
Exit mobile version