Site icon News Continuous Bureau | Mumbai

Fact check : શું સાચેમાં હુમલા પછી ચીસો પાડી રહ્યા હતા ઈઝરાયેલીઓ ; ફેક્ટ ચેક માં ઈરાનની ખુલી ગઈ પોલ; જુઓ વિડીયો..

Fact check : ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને શનિવારે રાત્રે ઈઝરાયેલના સમગ્ર પ્રદેશ પર લગભગ 350 ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા, જેના કારણે દેશભરમાં સાયરન વાગવા લાગ્યા હતા, આ હુમલાથી સંબંધિત એક વીડિયો ઈરાનમાં હવે વાયરલ થઈ રહ્યો છે.

Fact check This video DOES NOT show Iran's attack on Israel but wildfires in Chile

Fact check This video DOES NOT show Iran's attack on Israel but wildfires in Chile

News Continuous Bureau | Mumbai

 Fact check : ઈઝરાયેલ પર હવાઈ હુમલા બાદ ઈરાન દુનિયાના નિશાના પર છે. હવે નકલી વીડિયો ચલાવવા માટે તેના જ દેશમાં તેની ટીકા થઈ રહી છે. હકીકતમાં, તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. જેમાંથી 99 ટકા હુમલાને ઈઝરાયેલે અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોની સૈન્ય મદદથી નિષ્ફળ બનાવ્યા હતા. 300 ડ્રોન હુમલામાંથી માત્ર 7 જ જમીન સુધી પહોંચી શક્યા. જોકે ઈરાન એક વીડિયો દ્વારા દાવો કરી રહ્યું છે કે તેણે ઈઝરાયેલને મોટી ઈજા પહોંચાડી છે અને હુમલા બાદ ઈઝરાયેલમાં આક્રોશ ફેલાયો છે. બીજી તરફ, ઈઝરાયેલે સત્તાવાર રીતે માહિતી આપી હતી કે આ હુમલામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ તે કોઈ પણ સંજોગોમાં તેની માતૃભૂમિ પર ખરાબ નજર રાખનારને બક્ષશે નહીં.  

Join Our WhatsApp Channel

 Fact check : ચિલીના જંગલમાં લાગેલી આગનો છે વિડીયો  

આ હુમલાથી સંબંધિત એક વીડિયો ઈરાનમાં હવે વાયરલ થઈ રહ્યો છે. કેટલીક પોસ્ટ્સે દાવો કર્યો હતો કે, “બ્રેકિંગ ન્યૂઝ: મિસાઇલો વસાહતો સુધી પહોંચવાનું શરૂ કરી દીધી છે. #ઇઝરાયેલ”.  જોકે ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયો ઈરાનના ઈઝરાયેલ પર હવાઈ હુમલાની પૂર્વેનો છે. આ વીડિયો ફેબ્રુઆરી 2024નો છે અને તેમાં ચિલીના જંગલમાં લાગેલી આગ બતાવવામાં આવી છે.

એક વાયરલ પોસ્ટ હેઠળ, ઘણા એક્સ યુઝર્સે ધ્યાન દોર્યું કે વીડિયો જૂનો અને ચિલીનો છે. વીડિયોમાં લોકોને સ્પેનિશમાં બોલતા પણ સાંભળી શકાય છે.

 Fact check : જુઓ વીડિયો 

 Fact check : ક્લિપ ઈરાનના ઈઝરાયેલ પરના તાજેતરના હુમલાની નથી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન ગ્રેબ કરીને રિવર્સ સર્ચ કરતા જાણવા મળે છે કે X ( ટ્વિટર ) પર આ 4 ફેબ્રુઆરી પોસ્ટ કરાયેલો છે. આનો અર્થ એ છે કે ક્લિપ ઈરાનના ઈઝરાયેલ પરના તાજેતરના હુમલાની  નથી. પોસ્ટ મુજબ, વીડિયો ચિલીના અચુપલાસનો છે. અન્ય ઘણા લોકોએ પણ આ વીડિયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમાં ફેબ્રુઆરી 2024માં ચિલીના અચુપલાસમાં લાગેલી આગ જોવા મળી હતી.

દરમિયાન ગુગલ પર સર્ચ કરતા ફેબ્રુઆરી 2024 માં ચિલીના શહેર અચુપલાસમાં જંગલમાં લાગેલી આગ પર પ્રકાશિત થયેલા ઘણા સમાચાર અહેવાલો જોવા મળ્યા. ગાર્ડિયનના જણાવ્યા મુજબ, જંગલની આગ મધ્ય ચિલીમાં તબાહી મચાવી હતી અને સૌથી વધુ લોકો માર્યા ગયા હતા. 2010ના ભૂકંપ પછી આ જંગલની આગ ચિલીની સૌથી ભયંકર આપત્તિ હોવાનું કહેવાય છે.

 Fact check : ખોટી રીતે શેર કરવામાં આવ્યો જૂનો વીડિયો 

નોંધનીય છે કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના જણાવ્યા મુજબ, 99 ટકા અસ્ત્રો (ઇરાનના ડ્રોન અને મિસાઇલો)ને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા માત્ર થોડાક જ ઇઝરાયેલના પ્રદેશ સુધી પહોંચતા અટકાવવામાં આવ્યા હતા.આમ, ફેક્ટ ચેકમાં સ્પષ્ટ થાય છે કે ચિલીમાં જંગલમાં લાગેલી આગનો જૂનો વીડિયો ઈરાનના ઈઝરાયેલ પરના હુમલા તરીકે ખોટી રીતે શેર કરવામાં આવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ebola Virus Congo। દુનિયા પર વધુ એક જીવલેણ વાયરસનું સંકટ! ૧૧૯ લોકોના મોત બાદ આ દેશે જાહેર કરી હેલ્થ ઇમરજન્સી, કેસ ૯૦૦ ને પાર
Donald Trump Iran Threat| સવારસવારમાં જ ઈરાન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોમ્બ અને ફાઈટર જેટના AI પિક્ચરે વધાર્યું વૈશ્વિક સસ્પેન્સ
IndiaUS Relation।માર્કો રુબિયોની નિયુક્તિથી ભારતને થશે આ મોટા ફાયદા, ટ્રમ્પના સરપ્રાઇઝ કોલ પાછળનું અસલી રહસ્ય આઉટ
US Iran War Threat। ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે અમેરિકા, વ્હાઇટ હાઉસની હાઈલેવલ બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એલર્ટ
Exit mobile version