ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
અમેરિકાએ ફાઈઝરની કોવિડ-19 ગોળીને ઘરેલુ વપરાશ માટે મંજૂરી આપી દીધી છે.
કંપનીના કહેવા પ્રમાણે આ ગોળી કોરોનાના દર્દીઓ માટે ફાયદાકારક છે અને નવા વેરિએન્ટ પર પણ પ્રભાવશાળી છે.
આ દવા અતિ ગંભીર દર્દીઓ અને ન્યૂનતમ 12 વર્ષની ઉંમરના રોગીઓ માટે સારવારમાં ઉપયોગમાં લઈ શકાશે.
અમેરિકી સરકારે ફાઈઝર દવાના 10 મિલિયન ડોઝ માટે કરાર કર્યો છે અને તેની કિંમત 530 ડોલર પ્રતિ કોર્સ રાખવામાં આવી છે.
આ સાથે જ તે કોરોના વાયરસ માટેનો પ્રથમ ઘરેલુ ઉપચાર હશે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આ ગોળી વાયરસને ઝડપથી ફેલાતો અટકાવે છે.
Budget 2022-23: નાણામંત્રી નિર્મલા સીતારમણની તૈયારી શરૂ, આ લોકો સાથે બજેટ અંગે ચર્ચા કરશે