News Continuous Bureau | Mumbai
અમેરિકા(US) માં ગન કલ્ચર(Gun culture) અટકવાનું નામ નથી લઈ રહ્યુ.
શિકાગો(Chicago)ના ઉત્તરી ઉપનગર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્ક(highland park)માં સ્વતંત્રતા દિવસની પરેડ(Freedomday parade) દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર(Firing) કર્યો.
આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 24 જેટલા લોકો ઘાયલ થયા છે.
ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
હાલ પોલીસ શંકાસ્પદ હુમલાખોરને શોધી રહી છે. સાથે લોકોને તે વિસ્તાર તરફ ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : હોટલમાં ખાવાના શૌખીનને મોટી રાહત- હોટલ-રેસ્ટોરન્ટસ હવે નહીં વસૂલી શકે આ ચાર્જ- કેન્દ્રએ આપ્યો આદેશ