Site icon News Continuous Bureau | Mumbai

Florida Plane Crash: ફ્લોરિડા હાઈવે પર પ્રાઈવેટ જેટ ક્રેશ થતા ભીષણ આગ, આટલા લોકોના મોત.. જુઓ વિડીયો..

Florida Plane Crash: ફ્લોરિડાથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, શુક્રવારે (9 ફેબ્રુઆરી 2024) એક ખાનગી વિમાન હાઇવે પર ભયાનક ક્રેશ થયું હતું. જે પ્લેન ક્રેશ થયું તે બોમ્બાર્ડિયર ચેલેન્જર 600 સીરિઝનું હતું.

Florida Plane Crash Private jet crashes on Florida highway, fierce fire, so many people die.. Watch the video..

Florida Plane Crash Private jet crashes on Florida highway, fierce fire, so many people die.. Watch the video..

News Continuous Bureau | Mumbai 

Florida Plane Crash: ફ્લોરિડાથી ( Florida  ) એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, શુક્રવારે (9 ફેબ્રુઆરી 2024) એક ખાનગી વિમાન હાઇવે પર ભયાનક ક્રેશ ( Plane Crash ) થયું હતું અને ભીષણ આગ લાગી હતી. જેના કારણે 2 લોકોના મોત થયા હતા. જે પ્લેન ક્રેશ થયું તે બોમ્બાર્ડિયર ચેલેન્જર 600 ( Bombardier Challenger 600 ) સીરિઝનું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેન દુર્ઘટના શુક્રવારે બપોરે લગભગ 3.15 વાગ્યે નેપલ્સ નજીક ઇન્ટરસ્ટેટ 75 પર બની હતી. કોલિયર કાઉન્ટી શેરિફ ઓફિસે પુષ્ટિ કરી છે કે વિમાનમાં 5 લોકો સવાર હતા, જેમાંથી 2 મુસાફરોના મોત થયા છે, જ્યારે 3 મુસાફરોની હાલ સારવાર ચાલી રહી છે. 

Join Our WhatsApp Channel

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં હાઈવે પર ( private plane) પ્લેન સળગતું જોઈ શકાય છે. આ દરમિયાન આસપાસના વિસ્તારોમાં થોડો સમય ગાઢ કાળો ધુમાડો છવાયેલો રહ્યો હતો.

  શું છે આ મામલો..

એક અહેવાલ મુજબ, ‘પ્લેન નેપલ્સ ( Naples Airport ) મ્યુનિસિપલ એરપોર્ટ પર લેન્ડ થયું તેના લગભગ 2 મિનિટ પહેલા જ પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને રેડિયો દ્વારા ખતરાની જાણકારી આપી હતી.’ પાયલોટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્લેનના બંને એન્જીન બગડી ગયા છે. આ દરમિયાન પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra: મહારાષ્ટ્રમાં હવે છોકરીઓને આ મહિનાથી મળશે મફ્ત ઉચ્ચ શિક્ષણ, મેડિકલ , એન્જિનિયરિંગ જેવા વિવિધ કોર્સ પણ ભણી શકશે વિનામૂલ્યે..

પાયલોટે એમ પણ કહ્યું હતું કે તે ( Florida Plane Crash ) પ્લેનને રનવે પર લઈ જઈ શકશે નહીં. તે પછી તરત જ એર ટ્રાફિક કંટ્રોલરે પ્લેનને હાઈવે પર લેન્ડ કરવાની પરવાનગી આપી હતી. પાયલોટે પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો.

આ ભયાનક ઘટના બાદ, કોલિયર કાઉન્ટી શેરિફ ઓફિસ અને FHP ટ્રાફિક હાલ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ ઘણા રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ટ્રાફિકની કેટલીક લેન શક્ય તેટલી વહેલી તકે ફરીથી ખોલવા માટે FAA કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક ફરી ચાલુ કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Donald Trump Crude Oil Crash। ટ્રમ્પના એક નિવેદનથી વૈશ્વિક બજારમાં કંપારી ‘પાતાળમાં જશે ક્રૂડ ઓઇલના ભાવ’, ઈરાન મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિનો મોટો સંકેત
PM Modi Norway Visit Controversy| નોર્વેના અખબારની શરમજનક હરકત પીએમ મોદીનું વિવાદાસ્પદ કાર્ટૂન છાપતા વિદેશમાં ભારે હોબાળો, ભારતીયોમાં રોષ
Crude Oil Prices 110 Dollars। ઈરાન સામે નાટો સૈન્ય એક્શન મોડમાં? ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળતા વૈશ્વિક સ્તરે ખળભળાટ, હોર્મુઝ સ્ટ્રેટ બનશે નવું યુદ્ધમેદાન!
Iran Parliament Donald Trump Bounty| દુનિયાના બે મોટા નેતાઓની સોપારી? ઈરાન તરફથી ટ્રમ્પ અને નેતાન્યાહુ માટે જાહેર કરાયું અબજો રૂપિયાનું ઈનામ!
Exit mobile version