અમેરિકા સામે છાશવારે બાંયો ચઢાવનાર તાનાશાહ કિમ જોંગના દેશ ઉત્તર કોરિયા ભૂખમરાના સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે.
મળતી માહિતી મુજબ, ઉત્તર કોરિયામાં હવે માત્ર 2 મહિનાનું જમવાનું બચ્યું છે. ત્યાંના તાનાશાહ કિમ જોંગ ઉને ચેતવણી આપી છે કે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
અહીં ફૂડની અછતના કારણે કેળાં 3,336 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. જ્યારે એક કિલો ચાયની કિંમત 5,100 રૂપિયા થઈ છે અને એક કિલો કોફીની કિંમત 7,300 રૂપિયા સુધી પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ઉત્તર કોરિયાએ ચીન સાથેની બોર્ડર બંધ કરી દીધી હતી. જેના કારણે ચીન સાથેનો વેપાર ઓછો થઈ ગયો છે. ઉત્તર કોરિયા પોતાના ખાવા પીવાની વસ્તુઓના સપ્લાય માટે ચીન પર ઘણુ નિર્ભર છે.
