ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
રશિયાને યુક્રેન પર હુમલો કરવાનું ભારે પડવા લાગ્યું છે.
ખાસ કરીને રશિયાના ખેલાડીઓ અને અધિકારીઓને આનો ફટકો સહન કરવો પડી રહ્યો છે.
IOC બાદ હવે FIFA અને UEFA એ પણ રશિયાની ફૂટબોલ ટીમો, તેના ખેલાડીઓ અને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
આગામી આદેશ સુધી, રશિયાની ફૂટબોલ ટીમ ન તો વર્લ્ડ કબ ક્વોલિફાયરમાં રમી શકશે કે ન તો તેની ક્લબ્સ UEFA સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.
પોલેન્ડ, સ્વીડન જેવા દેશોએ રશિયા સામે ફૂટબોલ મેચ રમવાની ના પાડી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ અગાઉથી જ આરઓસીને તેના ધ્વજ હેઠળ પ્રતિસ્પર્ધા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
