Site icon News Continuous Bureau | Mumbai

ભારતે અમેરિકાનો મોટો સાથ આપ્યો- ના નામે અમેરિકી યુદ્ધ જહાજ ભારતમાં પ્રવેશ્યું- નજર તાઈવાન પર

News Continuous Bureau | Mumbai

ભારત(India) અને યુએસ(US) વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવા વિશ્વાસનો ઉમેરો થયો છે. અમેરિકા નૌકાદળ(US Navy)નું જહાજ(ship) યુએસએનએસ ચાર્લ્સ ડ્રૂ’ સમારકામ(Repair) માટે ભારત આવ્યું છે. અમેરિકન નૌકાદળનું કોઈ જહાજ સમારકામ સેવા કરાવવા માટે ભારત આવે એવું ઈતિહાસમાં પહેલી જ વાર બન્યું છે. સંરક્ષણ મંત્રાલયે ‘મેક ઇન ઇન્ડિયા’ માટે આ બાબતને મોટું પ્રોત્સાહન ગણાવ્યું છે.  આ જહાજ ચેન્નાઈ(Chennai)ના કટ્ટુપલ્લી શિપયાર્ડ(Kattupalli Shipyard) ખાતે આવી પહોંચ્યું છે.

Join Our WhatsApp Channel

યૂએસ નેવી(US Navy)એ તેના આ જહાજના સમારકામ માટેનો કોન્ટ્રાક્ટ(contract) લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીના જહાજવાડાને આપ્યો છે. અમેરિકાનો આ નિર્ણય વૈશ્વિક જહાજ સમારકામ માર્કેટમાં ભારતીય શિપયાર્ડ(Indian Shipyard)ની ક્ષમતાનું દ્યોતક છે. આ જહાજ કટ્ટુપલ્લી શિપયાર્ડમાં 11 દિવસ સુધી રહેશે.

આ સમાચાર પણ વાંચો : આખરે પૂર્ણવિરામ મુકાયું- નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું- હવે આ પાર્ટી સાથે મળીને બનાવશે નવી સરકાર

ઉલ્લેખનીય છે કે ભારત(India)માં છ મોટા જહાજવાડા છે, જેમનું કુલ ટર્નઓવર આશરે બે અબજ ડોલર થાય છે. આ શિપયાર્ડ ભારત માટે અત્યાધુનિક જહાજો બનાવે છે અને દેશ-વિદેશના જહાજોને રીપેર પણ કરે છે.

USIran Oil Conflict અમેરિકા ઈરાન વચ્ચે ‘ઓઇલ વોર’ ભડક્યું યુએસ સેનાએ ઈરાનના 5 ઓઇલ ટેન્કર નષ્ટ કર્યા, વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ પર ભીષણ હુમલો
US Iran Warship Clash મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ભડક્યું! યુએસ યુદ્ધજહાજ પર ઈરાની મિસાઇલ એટેક બાદ અમેરિકાએ 5 તેલ ટેન્કરો ફુંકી માર્યા
USCanada trade war ઈંટનો જવાબ પથ્થરથી! ટ્રમ્પના દબાણ સામે કેનેડા ઝૂકવા તૈયાર નથી, અમેરિકન ગુડ્સ પર 50% વળતો ટેરિફ લાગુ કર્યો
India Sri Lanka Ties નેબરહૂડ ફર્સ્ટ પોલિસીને નવી ઊર્જા ડિફેન્સ ટ્રેનિંગથી લઈને કોસ્ટલ સિક્યોરિટી સુધી ભારતશ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મજબૂત બન્યો
Exit mobile version