Site icon

Donald Trump Arrested: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ! આ આરોપસર કરાઈ ધરપકડ, આટલા મિનિટમાં મળ્યા જામીન.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…

Donald Trump Arrested: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ હતા અને તેમનો કાર્યકાળ 2016 થી 2020 સુધીનો હતો. 2020 માં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પલટાવવાના કાવતરાનો કથિત આરોપ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Former US President Donald Trump arrested on charges of fraud and conspiracy, got bail in 20 minutes

Former US President Donald Trump arrested on charges of fraud and conspiracy, got bail in 20 minutes

News Continuous Bureau | Mumbai 

Donald Trump Arrested: યુએસ(America) પ્રમુખ ડોનાલ્ડ જોન ટ્રમ્પ (Donald John Trump) ની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે (24 ઓગસ્ટ 2023) જ્યોર્જિયા રાજ્યના ફુલ્ટન કાઉન્ટીમાં, 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પલટાવવાનો પ્રયાસ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રમ્પને કોર્ટ દ્વારા આત્મસમર્પણ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
કોર્ટના સૂચન બાદ ટ્રમ્પ સહિત કુલ 19 અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. ચૂંટણીના વર્ષ પહેલા ટ્રમ્પે અમેરિકાની અલગ-અલગ કોર્ટમાં કુલ ચાર વખત શરણાગતિ સ્વીકારી છે. આ વર્ષે એપ્રિલમાં તેણે પહેલીવાર કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

Join Our WhatsApp Community

ધરપકડ બાદ ટ્રમ્પે કંઈ કહ્યું?

ફુલટન કાઉન્ટી (Fulton County) માં ધરપકડ થયા બાદ, તેણે સૌપ્રથમ શેરિફ ઓફિસ (ભારતમાં પોલીસ સ્ટેશન)માં નિયત કાગળની કાર્યવાહી પૂર્ણ કરી. આ દરમિયાન તે કુલ 20 મિનિટ જેલમાં રહ્યા અને પછી જામીન(Bail) મેળવીને એરપોર્ટ જવા રવાના થયા. એટલાન્ટાના હાર્ટ્સફિલ્ડ-જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, તેમણે રાહ જોઈ રહેલા મીડિયા વ્યક્તિઓ સાથે વાત કરી અને માત્ર એક જ વાક્ય ઉચ્ચાર્યું: “મેં કંઈ ખોટું કર્યું નથી.”

આ સમાચાર પણ વાંચો :  INDIA logo : સાથે આવ્યા, બેઠકો કરી હવે ઓળખનો વારો, I.N.D.I.A ને મળશે લોગો, મુંબઈ બેઠકમાં લોન્ચિંગની તૈયારી…

‘મારી ધરપકડ એ ન્યાયિક પ્રણાલીની મજાક છે’

એટલાન્ટાના હાર્ટ્સફિલ્ડ-જેક્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, ‘તેમની ધરપકડ એ ન્યાયિક પ્રણાલીની ખુલ્લેઆમ મજાક છે અને અમેરિકાના રાજકીય ઈતિહાસ માટે કાળો દિવસ છે.’ તેમણે કહ્યું કે, મને ચૂંટણીને પડકારવાનો પૂરો અધિકાર છે જેમાં પારદર્શિતા અને ઈમાનદારીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તેમની સામે અન્ય પેન્ડિંગ કેસ પર બોલતા ટ્રમ્પે કહ્યું કે, સરકાર તેમને આવતા વર્ષની ચૂંટણીથી રોકવા માટે આવું કરી રહી છે.

કઈ શરતો પર જામીન આપવામાં આવ્યા?

આત્મસમર્પણ કરતા પહેલા ટ્રમ્પે પોતાના માટે $2 લાખના વિશાળ જામીન બોન્ડ પણ ભરવા પડ્યા હતા. આ બોન્ડમાં તેના માટે ઘણી શરતો પણ મૂકવામાં આવી હતી, જેમાં મુખ્ય શરત સાક્ષીઓને ન ધમકાવવાની શરત હતી. શરતોમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ આ કેસમાં તેમની સામેના સાક્ષીઓને ન તો ડરાવશે, ન તો ધમકાવશે અને ન તો તેઓ કોઈપણ રીતે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે.

 

 

Russia-Ukraine War: યુક્રેન પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો, અધધ આટલા ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવ્યા
Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
Exit mobile version