News Continuous Bureau | Mumbai
ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોવિડ-૧૯ના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે લાદવામાં આવેલું લોકડાઉન પણ લંબાવવામાં આવ્યું છે, જેના કારણે લાખો લોકો ઘરની અંદર પુરાયા છે. અહીં કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સેનાના જવાનો અને ડોક્ટરોને મોટી સંખ્યામાં તપાસ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
એક અહેવાલ મુજબ પીપલ્સ લિબરેશન આર્મીએ રવિવારે સેના, નૌકાદળ અને સંયુક્ત સહાય દળોમાંથી ભરતી કરાયેલા ૨,૦૦૦ થી વધુ તબીબી કર્મચારીઓને શાંઘાઈ મોકલવામાં આવ્યા છે. જિઆંગસુ, ઝેજિયાંગ અને બેઇજિંગ જેવા ઘણા પ્રાંતોએ આરોગ્ય કર્મચારીઓને શાંઘાઈ મોકલ્યા છે, કેટલાક અંદાજાે અનુસાર સંખ્યા ૧૦,૦૦૦ થી વધુ છે.
અહો આશ્ચર્યમ.. આ મહિલાએ રાહુલ ગાંધીના નામે કરી દીધી પોતાની તમામ
