ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં શુક્રવારે નાસભાગ મચવાના કારણે 40થી પણ પણ વધારે લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. પીએમ બેંજામિન નેતન્યાહૂએ તેને મોટી આપદા ગણાવી છે.
માઉન્ટ મેરન સ્ટેડિયમમાં સીટો તૂટીને પડી અને નાસભાગ મચી. જ્યાં આ ઘટના બની છે ક્યાં ટોમ્બને યહૂદી દુનિયાના સૌથી મોટા પવિત્ર સ્થળમાંના એક ગણાય છે.
હજારો અલ્ટ્રા ઓર્થોડોક્સ યહૂદી વાર્ષિક સ્મરણોત્સવને માટે અન્ય શતાબ્દિના સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર ભેગા થયા હતા. રાત ભર પ્રાર્થના અને ડાન્સ ચાલી રહ્યો હતો. સોશ્યલ મીડિયાના વીડિયોમાં જોવા મળ્યું હતું કે લોકો વિચલિત થઈ રહ્યા હતાં. લોકો એક ઉપર એક થઈને નાસભાગ કરી રહ્યા હતાં.