Site icon

કેનેડામાં થયેલા વિરોધ પ્રદર્શનથી ગભરાયો આ દેશ, કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન કરનારા લોકોને થશે આવી સજા; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર. 
 ફ્રાન્સમાં પણ કેનેડાની જેમ ટ્રકોના પ્રદર્શનનો ખતરો ઉભો થયો છે. આવી સ્થિતિમાં પેરિસ પોલીસે કોરોના વાયરસ પ્રતિબંધો સામે કેનેડાની રાજધાની ઓટાવામાં ‘સ્વતંત્રતા કાફલા’ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. ટ્રક ડ્રાઈવરોના આ પ્રદર્શનને કારણે ઓટાવા સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયું છે. શહેર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મુખ્ય રસ્તાઓ પર જામ અટકાવવા, ટિકિટ આપવા અને આ વિરોધ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડ કરવા માટે વિશેષ તૈનાતી કરવામાં આવશે.” જે લોકો રસ્તા રોકે છે તેમને બે વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સિવાય તેને ૪,૫૦૦ યુરો (લગભગ ૩,૮૫,૬૦૯ રૂપિયા)નો દંડ અને ત્રણ વર્ષનો ડ્રાઈવિંગ પ્રતિબંધ પણ લાગશે. 

બુધવારે ફ્રાન્સની આસપાસથી કાર, વાન અને મોટરસાઈકલના અનેક કાફલા જાેવા મળ્યા બાદ પેરિસ પોલીસે આ પગલું લીધુ છે. આ વાહનો સાથે લોકો ફ્રાન્સની રાજધાનીમાં એકઠા થવા માટે તૈયાર છે.  લોકો કેનેડામાં થયેલા પ્રદર્શનોથી પ્રેરિત છે. હકીકતમાં કેનેડામાં ટ્રક ડ્રાઈવરો માટે યુએસ સાથેની સરહદ પાર કરવા માટે કોવિડ પરીક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ અંગે તેમણે ઓટાવામાં પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ આવા જ પ્રદર્શન જાેવા મળ્યા છે.

શોકિંગ!! ન્ચુજર્સીથી લંડન જતી ફલાઈટમાં બિઝનેસ કલાસમાં મહિલા પર બળાત્કાર.. જાણો વિગત

બીજી તરફ ફ્રાન્સના અન્ય શહેરોમાંથી લોકો રાજધાની તરફ આવવાની ધારણા છે. પેરિસ પ્રાંતે જણાવ્યું હતું કે જાહેર અવ્યવસ્થાના જાેખમને ટાંકીને પ્રદર્શનકારીઓને ૧૧ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી રાજધાનીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. દક્ષિણ ફ્રેન્ચ શહેર બેયોનેમાં આવા પ્રદર્શનમાં ભાગ લેનાર ૫૨ વર્ષીય એહાન્ડે એબેરીએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સામાન્ય જીવન પ્રવૃત્તિઓ માટે રસી પાસની જરૂરિયાત ફરજિયાત કરવી એ સરકારનું યોગ્ય પગલું નથી. 

ફ્રાન્સની સરકારના પ્રવક્તા ગેબ્રિયલે કહ્યું કે તેઓ વાયરસને લઈને લેવામાં આવેલા પગલાઓને કારણે લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનાથી તેઓ વાકેફ છે. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુરોપના અન્ય દેશોની તુલનામાં ફ્રાન્સમાં સૌથી ઓછા પ્રતિબંધો છે જે લોકોની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. જમણેરી પ્રમુખપદના ઉમેદવાર મરીન લે પેને કહ્યું કે તે વિરોધીઓના લક્ષ્યોને સમજે છે. તેમણે કહ્યું કે આ ૨૦૧૮માં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શન જેવું છે.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version