Site icon News Continuous Bureau | Mumbai

France Gravelines Nuclear Power Plant એક નાનકડી દરિયાઈ જીવાતે કરી દીધો મોટો પાવર પ્લાન્ટ બંધ, ફ્રાન્સમાં આ કારણે વીજળી ઉત્પાદન અટક્યું.

France Gravelines Nuclear Power Plant Jellyfish Swarm સમુદ્રમાંથી પાણી ખેંચતા કૂલિંગ પંપોમાં અબજો જેલીફિશ ફસાતાં ઈમરજન્સી બંધ કરવાની પડી જરૂર, પર્યાવરણીય ફેરફારો પર સવાલો

France Gravelines Nuclear Power Plant  એક નાનકડી દરિયાઈ જીવાતે કરી દીધો મોટો પાવર પ્લાન્ટ બંધ, ફ્રાન્સમાં આ કારણે વીજળી ઉત્પાદન અટક્યું.

France Gravelines Nuclear Power Plant એક નાનકડી દરિયાઈ જીવાતે કરી દીધો મોટો પાવર પ્લાન્ટ બંધ, ફ્રાન્સમાં આ કારણે વીજળી ઉત્પાદન અટક્યું.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

France Gravelines Nuclear Power Plant ફ્રાન્સમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દેશના સૌથી મોટા ગ્રેવલાઈન્સ ન્યુક્લિયર પાવર પ્લાન્ટને (Gravelines Nuclear Power Plant) દરિયાઈ જીવ જેલીફિશના (Jellyfish Swarm) એક અબજોના ઝૂંડને કારણે બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તરીય ફ્રાન્સના દરિયાકાંઠે આવેલા આ ન્યુક્લિયર પ્લાન્ટના કૂલિંગ સિસ્ટમમાં જેલીફિશ ફસાઈ જતાં વીજ ઉત્પાદન સંપૂર્ણપણે અટકી ગયું છે.

France Gravelines Nuclear Power Plant – કૂલિંગ પંપો જામ થતાં સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટ બંધ કરાયો

મળતી વિગતો અનુસાર, ગ્રેવલાઈન્સ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ રિયએક્ટરોને ઠંડા રાખવા માટે ઈંગ્લિશ ચેનલના (English Channel) સમુદ્રમાંથી પાણી ખેંચે છે. પરંતુ અચાનક દરિયામાં જેલીફિશનું વિશાળ ઝૂંડ ધસી આવતાં તેના ફિલ્ટર્સ અને વોટર પંપોમાં જેલીફિશ ભરાઈ ગઈ હતી. સુરક્ષાના માપદંડોને (Safety Protocols) ધ્યાનમાં રાખીને અને રિયએક્ટર ઓવરહીટ ન થાય તે માટે ઓપરેટરોએ તાત્કાલિક ધોરણે પ્લાન્ટના રિયએક્ટરોને બંધ કરી દીધા હતા.

France Gravelines Nuclear Power Plant – વીજ પુરવઠા અને ઊર્જા ક્ષેત્ર પર મોટી અસર

ગ્રેવલાઈન્સ પ્લાન્ટ ફ્રાન્સની કુલ વીજળ જરૂરિયાતનો મોટો હિસ્સો પૂરો પાડે છે. આ ટેકનિકલ અને કુદરતી સમસ્યાના કારણે હજારો મેગાવોટ વીજ ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. ફ્રાન્સની નેશનલ વીજ કંપની દ્વારા ત્વરિત ધોરણે ફિલ્ટરોની સફાઈ હાથ ધરવામાં આવી છે, પરંતુ જેલીફિશની સતત હાજરીના કારણે પ્લાન્ટને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવવામાં સમય લાગી રહ્યો છે.

France Gravelines Nuclear Power Plant – દરિયાઈ તાપમાન અને પર્યાવરણીય ફેરફારો અંગે નિષ્ણાતોની ચિંતા

પર્યાવરણ અને દરિયાઈ વિજ્ઞાનીઓના મતે, ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને દરિયાના તાપમાનમાં વધારાના કારણે સમુદ્રમાં જેલીફિશની વસ્તીમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ વિશ્વના કેટલાક દેશોમાં જેલીફિશના કારણે ન્યુક્લિયર અને થર્મલ પાવર પ્લાન્ટ્સ બંધ કરવા પડ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર પરમાણુ ઊર્જા મથકો સામે કુદરતી અને પર્યાવરણીય પડકારો ઉજાગર કર્યા છે.

👉 આ સમાચાર વાચો:
BMC Swimming Pools મુંબઈ મહાનગરપાલિકાનો નિર્ણય, આ તારીખથી શહેરમાં મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ ખોલવાની મંજૂરી…

Nepal Landslide Viral Video ગણતરીની સેકન્ડોમાં આખો પહાડ નદીમાં ધસી પડ્યો, કાદવપથ્થરોનું ઘોડાપૂર, કુદરતનું ભયાનક સ્વરૂપ કેમેરામાં કેદ
Pakistan Airspace Bangladesh Uranium Flight જેના માટે ભારત સામે બાથ ભીડી તેણે જ પીઠમાં ખંજર ભોંક્યું પાકિસ્તાને બાંગ્લાદેશના યુરેનિયમ કાર્ગો પ્લેનને રોક્યું
US Visa Wait Time Indian Applicants ભારતીયો માટે અમેરિકી વિઝાનો ઈંતજાર વધુ લાંબો એપોઇન્ટમેન્ટ માટે ૪૨ દિવસથી વધીને થયો ૩૪૬ દિવસનો સમય!
Trump Tariff Withdrawal China Deal USચીન ટ્રેડ વોર પર પૂર્ણવિરામ? ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ પાછા ખેંચવા દર્શાવી સહમતિ…
Exit mobile version