Site icon

લદાખમાં ચીને ફરી સીમા ઓળંગવાનો પ્રયત્ન કર્યો.. ભારતીય સેનાએ પીછેહટ માટે મજબુર કર્યા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

31 ઓગસ્ટ 2020

પૂર્વી લદ્દાખના પેંગોંગ ત્સોમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી  ઘર્ષણ થયાની જાણ થઈ છે. આર્મીના નિવેદન મુજબ, ચીની સૈનિકોએ લશ્કરી અને રાજદ્વારી સમજૂતી છતાં સીમા ઉલ્લંઘન કર્યું છે અને પસ્થિતિને બદલવા માટે ઉશ્કેરણીજનક સૈન્ય હિલચાલ કરી હતી.

આર્મીના નિવેદનમાં જણાવાયું છે કે આ ઘટનાઓ 29 અને 30 ઓગસ્ટની વચ્ચે રાતના બની હતી. ચીની પીપલ્સ લિબરેશન આર્મી (પી.એલ.એ.) ના સૈનિકોએ "પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા વાર્તાલાપ દરમિયાન લશ્કરી અને રાજદ્વારી વ્યસ્તતા દરમિયાન અગાઉની સમજુતીનું ઉલ્લંઘન કર્યું હતું અને સ્થિતિને બદલવા માટે ઉશ્કેરણીજનક લશ્કરી હિલચાલ કરી હતી," એક નિવેદનમાં જણાવાયું છે કે  "ભારતીય સૈનિકોએ પેંગોંગ ત્સો તળાવની દક્ષિણ કાંઠે પીએલએ દ્વારા પ્રવૃતિને આગળ ધપાવી રહયાં હતાં. પરંતુ ભારતીય જવાનોએ ચીનને ફરી જડબાતોડ જવાબ આપ્યો છે અને ભારતની સીમામાં ઘૂસણખોરી કરવાનાં ચિની ઇરાદાઓને નાબૂદ કરવાનાં પગલાં લીધાં હતાં" 

આપેલા નિવેદનમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, ભારત સંવાદ દ્વારા સૈન્ય શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા કટિબદ્ધ છે, પરંતુ તે તેની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા પણ એટલું જ પ્રતિબદ્ધ છે. લદ્દાખના કેટલાક ભાગો પર આ વર્ષની શરૂઆતમાં ચીની સેનાએ છાવણી સ્થાપી હતી, ત્યારબાદ બંને દેશોની લશ્કર વચ્ચે પાંચ રાઉન્ડની વાટાઘાટો છતાં પણ તેનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી..  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Iran Protest 2026: ઈરાની વિરોધ પ્રદર્શન વચ્ચે ટ્રમ્પની ખામનેઈને સખત ચેતવણી, શું અમેરિકા ફરી કોઈ મોટું સૈન્ય પગલું ભરશે?
Exit mobile version