Site icon

વર્ષ ૨૦૨૧ માં ચીન વિશ્વનું નિયંતા બનશે તો ભારત મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરશે.. કેન્સરની દવા મળશે.. વર્ષ ૨૦૨૧ ની બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

26 ડિસેમ્બર 2020 

માનવ માત્રને પોતાના ભવિષ્યમાં શુ છે એ જાણવાની હંમેશા આતુરતા રહી છે. આથી જ આજે પણ વૈજ્ઞાનિકો જેટલું જ મહત્વ જ્યોતિષ નું પણ છે. એવા સમયે 2021 ને લઈ કેટલાક સારા તો કેટલાક બુરા સમાચાર સામે આવ્યાં છે. 

એકબાજુ દુનિયા નવવર્ષ  2021ના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત છે તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ એકવાર ફરીથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.  

અમેરિકામાં અલકાયદાના 9/11 હુમલાથી લઈને સુનામી સુધીની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવક્તા બાબા વેંગાએ કોરોના કાળમાં પ્રલયની ચેતવણી આપીને સૌ કોઈને અચંબામાં નાખી દીધા છે. લગભગ 85 વર્ષની વયે વર્ષ 1996માં આ દુનિયામાંથી અલવિદા કહી ચૂકેલા બાબા વેંગાની ભવિષ્યવાણી છે કે વર્ષ 2021માં સમગ્ર દુનિયા 'પ્રલય અને મહાવિપત્તિઓ'નો સામનો કરશે. આટલું જ નહીં 'મજબૂત ડ્રેગન' (ચીન) સમગ્ર માનવતા પર કબ્જો કરી લેશે. 

વર્ષ 2021ને લઈને બલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગાએ હેરાન કરનારી આગાહી કરી છે. બાબા વેંગાની 2021ની આગાહી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગંભીર બીમારીથી બહેરા થશે. આ ઉપરાંત આગાહી કરી જણાવ્યું છે કે 21મી સદીની શરૂઆતમાં માણસને કેન્સરના રોગથી છુટકારો મળશે. 

12 વર્ષની ઉંમરમાં પોતાની આંખો ગુમાવી દેનારા બાબા વેંગાએ પોતાના મોતના લગભગ આઠ દાયકા પહેલા જ આવી તબાહીના સંકેત આપી દીધા હતા.

પોતાની સટિક ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં બાલ્કનના નોસ્ત્રાડેમસના નામથી જાણીતા બાબા વેંગાએ 2021માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાની કોશિશ થશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી. 

India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Russia-Ukraine War Update: યુદ્ધ રોકવા માટે અબુ ધાબી બન્યું મધ્યસ્થી! રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે ગુપ્ત બેઠકની તૈયારી; શું પુતિન અને ઝેલેન્સકી માનશે?.
Exit mobile version