Site icon

ભાગેડુ મેહુલ ચોકસી એન્ટીગુઆથી પણ ગુલ થઈ ગયો; જાણો વિગત…

Mehul Chowksi wins in Antigua and Barbuda court, Now difficult to bring to India

ભારતને ચૂનો લગાવનાર ભાગેડુ મેહુલ ચોક્સીની તરફેણમાં વિદેશી કોર્ટનો ચુકાદો, હવે ભારત લાવવું મુશ્કેલ થયું! જાણો શું છે સમગ્ર મામલો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

હીરાનો ભાગેડુ વેપારી મેહુલ ચોકસી હવે એન્ટીગુઆથી પણ ગુલ થઈ ગયો છે. મેહુલ ચોકસી સોમવારે ડિનર કરવા માટે બહાર નીકળ્યો હતો અને ત્યાર બાદ તે લાપતા છે. સ્થાનિક મીડિયા હાઉસના અહેવાલ મુજબ તેની કાર મોડી સાંજે જૉલી હાર્બરમાંથી મળી આવી હતી, પરંતુ મેહુલ એમાં નહોતો.

મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં દાવો કર્યો છે કે હવે એન્ટીગુઆ પોલીસે તેની શોધ શરૂ કરી દીધી છે. અગ્રવાલે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે મેહુલ ચોકસી ગાયબ છે. તેના પરિવારના સભ્યો તેની સુરક્ષાને લઈને ચિંતિત છે. પરિવારે મને ચર્ચા માટે બોલાવ્યો છે. એન્ટીગુઆ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ૬૧ વર્ષનો મેહુલ ચોકસી રિટેલ આભૂષણનો વેપારી ગીતાંજલિ ગ્રુપનો માલિક છે. તેણે તેના ભાણિયા નીરવ મોદી સાથે ભેગા મળીને પંજાબ નૅશનલ બૅન્કના અધિકારીઓ સાથે કાવતરું ઘડી, પંજાબ નૅશનલ બૅન્કને ૧૪ હજાર કરોડનો ચૂનો લગાવ્યો હતો.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version