Site icon News Continuous Bureau | Mumbai

ભાગેડુ મેહુલ ચોકસી એન્ટીગુઆથી પણ ગુલ થઈ ગયો; જાણો વિગત…

Mehul Chowksi wins in Antigua and Barbuda court, Now difficult to bring to India

ભારતને ચૂનો લગાવનાર ભાગેડુ મેહુલ ચોક્સીની તરફેણમાં વિદેશી કોર્ટનો ચુકાદો, હવે ભારત લાવવું મુશ્કેલ થયું! જાણો શું છે સમગ્ર મામલો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

હીરાનો ભાગેડુ વેપારી મેહુલ ચોકસી હવે એન્ટીગુઆથી પણ ગુલ થઈ ગયો છે. મેહુલ ચોકસી સોમવારે ડિનર કરવા માટે બહાર નીકળ્યો હતો અને ત્યાર બાદ તે લાપતા છે. સ્થાનિક મીડિયા હાઉસના અહેવાલ મુજબ તેની કાર મોડી સાંજે જૉલી હાર્બરમાંથી મળી આવી હતી, પરંતુ મેહુલ એમાં નહોતો.

મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં દાવો કર્યો છે કે હવે એન્ટીગુઆ પોલીસે તેની શોધ શરૂ કરી દીધી છે. અગ્રવાલે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે મેહુલ ચોકસી ગાયબ છે. તેના પરિવારના સભ્યો તેની સુરક્ષાને લઈને ચિંતિત છે. પરિવારે મને ચર્ચા માટે બોલાવ્યો છે. એન્ટીગુઆ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ૬૧ વર્ષનો મેહુલ ચોકસી રિટેલ આભૂષણનો વેપારી ગીતાંજલિ ગ્રુપનો માલિક છે. તેણે તેના ભાણિયા નીરવ મોદી સાથે ભેગા મળીને પંજાબ નૅશનલ બૅન્કના અધિકારીઓ સાથે કાવતરું ઘડી, પંજાબ નૅશનલ બૅન્કને ૧૪ હજાર કરોડનો ચૂનો લગાવ્યો હતો.

China Turkey weapon in Pakistan ડ્રેગન અને તુર્કીની નવી ચાલ..? પાકિસ્તાનમાં અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ પહોંચતા ભારતીય રક્ષા મંત્રાલય એલર્ટ!
Iran currency crash “અર્થવ્યવસ્થા બેકફૂટ પર…” અમેરિકી પ્રતિબંધોથી ઈરાનમાં હાહાકાર, 1 યુએસ ડૉલરની કિંમત જાણીને ચોંકી જશો!
Doval masterstroke decoded પુતિન સાથે જિનપિંગ પણ આવશે ભારત? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની રણનીતિનો ખુલાસો
World most powerful navies list વૈશ્વિક તાકાતમાં મોટો ફેરફાર અમેરિકાને પાછળ છોડી ચીનરુસ આગળ, ટોપ૧૦ નૌસેનાઓની યાદીમાં ભારતની સ્થિતિ જાણીને ગર્વ થશે
Exit mobile version