Site icon

USમાં મંદીના તોળાતા ખતરાની આશંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 11.25% ઘટી રૂ.19,432 કરોડ નોંધાઇ

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર ડિસેમ્બર, 2021 દરમિયાન એકંદરે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ રૂ.21,896 કરોડ હતી. જ્યારે એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન કુલ નિકાસ 6.28%ની વૃદ્ધિ સાથે રૂ.2,27,534.50 કરોડ નોંધાઇ હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 2,14,087,94 કરોડ રહી હતી. જો કે, US ડોલરની દૃષ્ટિએ નિકાસમાં આંશિક 0.73%નો ઘટાડો જોવા મળ્યો હતો.

Gems & jewelery exports down

Gems & jewelery exports down

News Continuous Bureau | Mumbai

દેશમાં ગત ડિસેમ્બર દરમિયાન સતત વધતી કિંમતોને કારણે રોજીંદા ખર્ચમાં થયેલા વધારા તેમજ USમાં મંદીના તોળાતા ખતરાની આશંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 11.25% ઘટી રૂ.19,432 કરોડ નોંધાઇ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર ડિસેમ્બર, 2021 દરમિયાન એકંદરે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ રૂ.21,896 કરોડ હતી. જ્યારે એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન કુલ નિકાસ 6.28%ની વૃદ્ધિ સાથે રૂ.2,27,534.50 કરોડ નોંધાઇ હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 2,14,087,94 કરોડ રહી હતી. જો કે, US ડોલરની દૃષ્ટિએ નિકાસમાં આંશિક 0.73%નો ઘટાડો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે એપ્રિલ-ડિસેમ્બર, 2022 દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં પોઝિટિવ ટ્રેન્ડ નોંધાયો હતો પરંતુ ડિસેમ્બરમાં ફુગાવાની દૃષ્ટિએ ઇન્ડસ્ટ્રીએ કેટલાક વૈશ્વિક પડકારો તેમજ USમાં મંદીના તોળાતા ખતરાને કારણે નિકાસમાં ઘટાડો નોંધાવ્યો હતો. જો કે ભારતીય નિકાસકારો આ પડકારો વચ્ચે પણ સારું પરફોર્મ કરવામાં સક્ષમ રહ્યા હતા. ભારત-UAE CEPAની શરૂઆતને કારણે પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. જેને કારણે US અને હોંગકોંગમાં નિકાસને વેગ મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો:એશિયન દેશો ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી વધુ વૃદ્ધ જોવા મળી રહ્યા છે, ચીનમાં વર્કફોર્સમાં દર પાંચમો કર્મચારી 60 વર્ષની ઉપરનો

US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Exit mobile version