Site icon News Continuous Bureau | Mumbai

Germany Floods: જળયાત્રા સાથે હવાઈ યાત્રા! રન વે પાણીમાં, જર્મનીનું ફ્રેન્કફર્ટ એરપોર્ટ પાણીમાં ગરકાવ.. જુઓ વીડિયો..

Germany Floods: જર્મનીમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સ્થિતિ ગંભીર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. દેશના ઘણા શહેરો પૂરની ઝપેટમાં છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Germany’s Frankfurt airport flooded after storm, air traffic suspended

Germany’s Frankfurt airport flooded after storm, air traffic suspended

News Continuous Bureau | Mumbai   

Germany Floods: ભારે વરસાદ અને વાવાઝોડાએ જર્મનીમાં તબાહી મચાવી છે. મુશળધાર વરસાદને કારણે જર્મનીના ઘણા શહેરો ડૂબી ગયા છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવી જ સ્થિતિ જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં છે, જ્યાં ભારે વરસાદ અને તોફાનને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં અહીંનું ફ્રેન્કફર્ટ એરપોર્ટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયેલું જોવા મળે છે.

Join Our WhatsApp Channel

જૂઓ વિડીયો 

ભારે વરસાદ અને એરપોર્ટ પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે અથવા તેમના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ એરપોર્ટનો રનવે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે. ભારે વરસાદ અને પૂરના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા છે.

વરસાદ સાથે ભારે તોફાનની ચેતવણી જારી 

જર્મન પ્રકાશન ધ લોકલના અહેવાલ અનુસાર, જર્મનીની નેશનલ વેધર સર્વિસે દેશમાં ભારે વરસાદ સાથે ભારે તોફાનની ચેતવણી જારી કરી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો કહે છે કે પરિસ્થિતિ વધુ વણસી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, ડિઝાસ્ટર અને બચાવ ટીમના સ્ટાફને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે, વર્તમાન પરિસ્થિતિ અંગે, ફાયર સર્વિસે જણાવ્યું હતું કે તેણે પાણી ભરાયેલા રસ્તાઓ પર ફસાયેલી કારમાંથી ઘણા લોકોને બચાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Chandrayaan 3 : ચંદ્રયાન 3ના પ્રોપલ્શન મૉડ્યુલથી સફળતાપૂર્વક અલગ થયું વિક્રમ લેન્ડર, હવે ખુદ પૂર્ણ કરશે લેન્ડિંગ સુધીની યાત્રા..

નોંધપાત્ર વાત એ છે કે, ગયા અઠવાડિયે દક્ષિણ જર્મનીમાં ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં લોકોને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.

Xi Jinping Trump Shenzhen Welcome શેનઝેનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ એક સ્ટેજ પર, APEC સમિટમાં ટેરિફ અને વેપાર પર શું થશે ચર્ચા.. સૌની નજર બેઠક પર
Viksit Bharat 2047 Target GDP ના આંકડા અને વિકસિત ભારત 2047 ના દાવા પર રાહુલ ગાંધીના પ્રહાર સરકારની આર્થિક રણનીતિ પર સાધ્યું નિશાન
Apple Services Outage એપલની સેવાઓ ઠપ પડતાં હજારો યુઝર્સ મુશ્કેલીમાં જાણો ‘આંતરિક અપડેટ’ કેવી રીતે બન્યું વિઘ્ન
Ganga Water Treaty India Bangladesh Talks ભારતબાંગ્લાદેશ જળ વહેંચણી મુદ્દે મહત્વનો વળાંક આ તારીખે 30 વર્ષનો કરાર પૂર્ણ થશે, કરાર પૂર્વે બાંગ્લાદેશની મોટી માંગ
Exit mobile version